________________
સંસારે વસીયો રાગે તાણીયો, ચેતન કાંઈક સમજ, આત્મા તું બહુ ભૂલ્યો, બાહોશ કે બે હોશ, તે વખતે તારું કોણ? આત્મા તારે અહીંથી ક્યાં જવાનું છે? નજીકના સંબંધીનું મરણ થાય ત્યારે, મરવું છે કે પાછા થવું છે? રીસાઈ ગયેલી સમતાને, હે ભગવંત! હવે ભવમાં ભટકવું નથી. જીવનમાં શું મેળવશો? દ્રવ્યરોગથી ભાવરોગ ટાળો, વિકરાળ કળિકાળમાં બચવાનો એક માત્ર ચારિત્રનો છે. ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહવશ મૂકવો. વગેરે શીર્ષકોની પસંદગી તેમાં રહેલા વિચારોની સાથે પૂ. શ્રીની શૈલીનો પરિચય કરાવે છે. શાંત રસનું નિર્ઝર વહેતું હોય તેવી રીતે એક પછી એક વિચારો પ્રગટ થયા છે અને સમતા-સૌમ્યતાની સાથે વિચારવંત આત્મા વૈરાગ્ય નિર્ઝરમાંથી વૈરાગ્ય સાગરમાં વિહરતો થઈ જાય એવી અદ્દભૂત શક્તિ એમના પત્રોમાં છે. કેટલાક પત્રો નમૂનારૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
૧. સંસારે વસીયો રાગે તાણીયો અનંતકાળથી જગતના જીવો સંસારમાં રઝળે છે. ચારે ગતિમાં બૂરે હાલે હેરાન થાય છે. રઝળવાનું કારણ કર્મ છે. કર્મનું કારણ રાગ છે. રાગ અનેક વસ્તુઓ ઉપર થાય છે. સ્ત્રી, પુત્ર, પુત્રી, માતા, પિતા, સાસુ, સસરા, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, ફોઈ, ફુઆ, સ્નેહી, મિત્રો વગેરે મનુષ્યો ઉપર રાગ થાય છે તથા હાથી, ઘોડા, ગાય, ભેંસ, બકરા, બકરી, ઘેટા વિ. અનેક જાતિના પશુઓ ઉપર રાગ થાય છે. અને મકાન, બંગલા, બગીચા, પૈસા, સોના-રૂપા, હીરા, માણેક વિગેરે જડ પદાર્થો ઉપર રાગ થાય છે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org