________________
'અજિતસેનસૂરિજી, પ. પૂ. નરચંદ્રસૂરિજી, વિનિયોગ પરિવાર અને કેટલાક શ્રુત ભક્તો પાસે જે પત્રો સુરક્ષિત હતા તેને એકત્ર કરીને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો બહુજનહિતાય પ્રગટ કરવાની વિનિયોગ પરિવારના અગ્રણી અરવિંદ મણીલાલ પારેખની પ્રબળ ઈચ્છા હતી. તેને પૂ. આ. શ્રી માનતુંગ સૂરીશ્વરજી એ સંમતિ આપી એટલે એમના શુભ હસ્તે લખાયેલા પત્રો ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આ પત્રના વિષયો આગમની મહત્તા, તીર્થંકર પરમાત્માને ભક્ત તરીકે કરેલી વિનમ્ર વિનંતી, જૈન ભૂગોળનું સંક્ષિપ્ત દિગ્દર્શન, પ્રાચીન અને અર્વાચીન સ્તવનો ઉપરાંત આધુનિક શિક્ષણ - વિજ્ઞાન અને યંત્રવાદની મોહજાળમાં ફસાઈને શ્રાવકો પોતાનું જીવન નિષ્ફળ ન બનાવે તે અંગેના વિવિધ પત્રો લખાયા હતા. જુદે જુદે સ્થળેથી પત્રો મળતા ગયા પછી તેનું વર્ગીકરણ કરીને કેટલાક પસંદગીના પત્રો ત્રણ ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે.
પ્રથમ ભાગનું નામ-વૈરાગ્ય પ્રેરક વચનામૃતો છે જેમાં વિચારોનો સંચયવાળા ૪૭ પત્રો છે. પત્રો અને ત્રીજામાં ૪૭ પત્રોનો સંચય થે. કુલ ૧૧૫ પત્રો છે. જ્યાં સુધી વૈરાગ્યભાવ ન આવે ત્યાં સુધી આત્મા આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્થિરતાપૂર્વક સાધના કરી શકતો નથી એટલે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, વૈરાગ્યભાવના વગર મોક્ષ માર્ગમાં એક ડગલું પણ માંડી શકાય નહિ એવા વૈરાગ્યને સમજાવતા પૂ. શ્રીના પ્રેરક-વેધક શૈલીમાં વિચારો વચનામૃત રૂપે પત્રોમાંથી પ્રાપ્ત થયા છે. પત્રની શીર્ષક રચનાથી વિષયનો સંકેત મળે છે તે ઉપરાંત પૂ. શ્રીની કલ્પના શક્તિ અને પ્રવાહી શૈલીનો પણ પરિચય છે થાય છે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org