________________
જ ચિંતા કરીશ નહિ, અને તારો આવવાનો નિર્ણય મક્કમ રાખજે. એ છે
પણ સાચું છે કે હંમેશા આપણા નિર્ણયની મક્કમતા જોઈએ જ. 0 ઘણાં મહત્ત્વની બાબતમાં ઢીલાશ, દાક્ષિણ્ય, કોમળ સ્વભાવ વગેરે ન ચાલે. બાકી દેવગુરૂ પર અટલ વિશ્વાસ રાખવો કે એમના અચિંત્યપ્રભાવે સારા કામમાં જરૂર ફતેહ મળશે. ત્યાં વાતચીત વખતે પણ મનમાં અરિહંતનું વિશ્વાસપૂર્વક સ્મરણ કરતા રહેવું.
હવે આ સિવાયની બીજી કોઈપણ ચિંતા હોય, તો તેમાં પણ આજ દેવગુરૂ પર અટલ વિશ્વાસભર્યા સ્મરણ રાખી કામ લેવું. આથી બધા વિઘ્નો દૂર થઈ જાય છે. અરિહંતના અનંત પ્રભાવ આગળ કઈ આપત્તિ ટકી શકે છે? કે કયું વાંછિત અણસિધ્યું રહે? કચાશ આપણા શ્રદ્ધાબળની છે માટે એ કચાશ દૂર કરવા માટે પહેલો પ્રયત્ન કરવો. એના સહકારી કારમાં સૌમ્ય સ્વભાવ, સામાપર નીતરતો ભાવ-દયાનો પ્રવાહ તથા અંગત તુચ્છ સ્વાર્થરહિત સ્વચ્છ હૃદય પણ સાથે જ રાખવા જરૂરી છે, ઉત્તર લખજે. પિંડવાડા. આ. શુ. ૧૦
૧૦. જીવનભર ઘુંટેલું અંતકાળે આવડે તા. ૧૭થી શિબિર નક્કી કરી છે. તારો તા. ૬નો પત્ર આજે સવારે મળ્યો.
પત્રમાં વિસ્તારથી જે તારા દાનપ્રવાહ અને મૂચ્છત્યાગની પદ્ધતિ લખી તે વાંચી ખૂબ આનંદ. એમાંય તે દિવ્યદર્શનના વાંચનની
અસરરૂપે! એટલે તો તેં મને પણ લાભનો સારો ભાગીદાર બનાવ્યો. આ માણસને ક્યાં ખબર હોય છે, કે એ અનેકોના કેટલા સુકૃતોમાં
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૨૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org