________________
અંગે ક્યારેક વધુ તકલીફ ઉપડે તો વેદ ડૉ. ની સગવડ મળે એ હિસાબે અમદાવાદનો વિચાર છે.
પૂર્વપત્રથી મનને કાંઈ આંચ ન આવવા દેતો. લાગણી અને વાત્સલ્યથી લખેલાનું મૂલ્યાંકન કરજે.
એ જ. ક્યારે નીકળે છે ? તેનો તાર જ દેજે. જે વાંચી પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને મહાન શાતા પ્રાપ્ત કરાવવાનું પુણ્ય મળશે.
પિંડવાડા, ૯-૧૧-૬૪
૩. આંખ બંધ થતાં પહેલાં પરાક્રમ સાધી લેવાના છે.
અત્રે આવવા અંગે ખરી હકીકત શી છે ? મને લાગે છે કે, હવે મારા તરફથી બહુ આગ્રહ ક૨વા જેવો નથી. કેમ કે એના મનને સદ્ભાવમાં હાનિ ન પહોંચે ! બાકી અત્રેની શિબિરનો હેવાલ બરાબ૨ કહી એકવાર રૂબરૂ લાભ લેવા જેવો છે. એ સમજાવજે.
ન
પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને પ્રોસ્ટેટના દર્દમાં હાલ ઠીક છે. પરંતુ અશક્તિ બહુ, વચમાં શ્વાસ પણ ચઢી આવે.
હાથના સાંધાના દુઃખાવામાં કંઈક રાહત થતી આવે છે.
તારે ઉપયોગમાં આવે તો હિન્દી સંસ્કૃત વ્યાકરણ તથા હિન્દી ભાષા અંગેના ૪-૫ પુસ્તકો મોકલી આપું. ઉત્તર લખજે. જુદા કાઢી રાખ્યા છે.
મુંબઈની હવામાં ગયા પછી અત્રેના શિક્ષણ સામેના વાતાવરણમાં તણાઈ ન જવાય એ ખાસ ખ્યાલમાં રાખવું.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org