________________
અત્રેથી કાં. વ. ૨. અમદાવાદ તરફ તરફ વિહાર ધાર્યો છે. તમારા પિતાજી તથા માતૃશ્રીને ધર્મલાભ. સંતાનોમાં પાયેલ અધ્યાત્મનું અમૃતનું સારૂં જતન-વર્ધન ક૨શો. અને એમને કરેલી ભલામણ લક્ષમાં લેશો. આંખ બંધ થતાં પહેલાં પરાક્રમ સાધી લેવાના છે.
પિંડવાડા, ૬-૧૧-૬૪
૪. પાંચ ટકાના નહીં, સો ટકાના ધર્મજીવનથી સંતોષ માનો
પત્ર મળ્યો. ધર્મક્રિયાપર પ્રેમ ટકાવવા, દુન્યવી બાબતોમાં આકર્ષણ ઓછા થવા જોઈએ, અને ક્રિયા ઓછી થઈ તેની ગ્લાની રહેવી જોઈએ. એ માટે એ બાબતોમાં શક્ય કાપ મૂકવો. અને મન મારીને પણ ધર્મક્રિયાનો ઉદ્યોગ વધારવો. ઉદ્યોગથી રસ જાગે છે. એમાં એકાગ્રતા માટે પણ બાહ્યભાવના વિચાર ઓછા કરવા જરૂરી. તે પણ બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરી નાખવાથી બને.
અસત્યત્યાગ નિયમ પાળવા એ વિચારવું કે, ‘અસત્ય એ પાયાનો દુર્ગુણ છે. એમાં હૃદય એટલું બધું મલિન અને નિઃસત્ત્વ બને છે, કે જેથી બીજી ધર્મસાધનાઓ પણ માલ વિનાની થઈ જાય છે. આવા ખતરનાક દોષને તો દૂર જ રાખું.’
પાણીનો વધુ ઉપયોગ ન થાય એ માટે વિચારવું કે, એના એકેક બિંદુમાં એટલા બધા અસંખ્ય જીવો છે કે, જો એ એકેક એટલા બિંદુ જેટલું શરી૨ કરે, તો કરોડો દ્વીપ સાગરમાંય માય નહિ. બધા મૂક નિર્દોષજીવોનો કચ્ચરઘાણ મારાથી કેમ થાય ?
આટલા
પૂજાનું મહત્ત્વ દિવ્યદર્શનમાં ઘણું આવ્યું છે. પાછલા અંકો
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org