________________
કોના ભરોસે બેઠા છો ? કાળના સમયો પવનથી વધુ વેગે અસંખ્ય અસંખ્યની સંખ્યામાં દોડી રહ્યા છે. એમાં આપણા અનંત પુણ્યના નાણાંનો માલ વેડફાઈ ચાલ્યો છે. છતાં ગમાર જીવ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરે છે, કરોડપતિની એદી, ઉડાઉ, વિલાસી, જુગા૨ી છોકરાને હજારો રૂપિયાની રકમો વેડફી નાખતાં કોઈ અફસોસી નહી, તેવી સ્થિતિ અમૂલ્ય, અસંખ્ય સમય બરબાદ કરતાં ‘ઢ' જીવની છે. તુચ્છ બેકાર ગણતરીઓમાં જે મળેલી અતિદુર્લભ તક ચૂકે છે તેની એ મહામૂર્ખતા છે. કરવાનું તો સૂતા ત્યાંથી બેઠા થવાનું, બેઠા ત્યાંથી ઊભા થવાનું, અને ઉઠ્યા ત્યાંથી દોટ મૂકી પ્રમાદ વિષયોના ભયાનક જંગલમાંથી ભાગી જવાનું છે. કોણ કોનું છે ? કોને આપણા જીવની, એને થતા અઢળક કર્મબંધની અને ભાવી પરલોકના દુઃખોની પડી છે ? માટે ભાનભૂલા ન થાઓ. ઠગારાના ગામમાં આવી ભરાણા જેવી સ્થિતિ જીવની ઘરવાસમાં છે. ત્યાં એક રાત પણ રોકાવાય નહિ . તા. ૫-૯-૬૬
૭. મુંઝવણમાં વિચારવાલાયક મુદ્દા
તારો તા. ૭મીનો પત્ર મળ્યો. તારી મુંઝવણ જાણી બહુ દુ:ખ થયું. સાથે આશ્ચર્ય થાય છે કે પંચસૂત્રાદિ પદાર્થ સમજ્યા પછી તું આવી વિષમ સંસારઘટનાઓ પર વધુ વૈરાગ્ય, નફરત અને ત્યાગના નિર્ણયની વધુ દ્રઢતા ક૨વાને બદલે મુંઝવણ કરી રહ્યો છે. તારે ત્યાં જે બની રહ્યું છે, એ તો એક અપેક્ષાએ જિનોક્ત તત્ત્વક્ષદ્વા અને ઉદાસીનતાને વધુ સતેજ કરનારૂં હોઈ તારૂં કશું જ બગડવાનું નથી. સાથે આટલું વિચારણીય છે.......
(૧) આપણાં પૂર્વોપાર્જિત કર્મના ફળરૂપે અહીં પ્રતિકૂળતા આવે,
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org