________________
૮. કર્મના કાળે કાળે વિચિત્ર ઉદય
ડીસાથી આજે વિહાર કરી પાટણ તરફ જઈએ છીએ. તા. ૨૮ રિવવારે પાટણ પહોંચવા ધારણા છે. ત્યાં એક સપ્તાહની સ્થિરતાનો સંભવે છે આગળ બને તે ખરૂં. અમદાવાદ, ભાવનગર, મુંબઈ એવી વિચારણાઓ થઈ. હજી નિર્ણય કોઈ નહિ.
પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને તકલીફો આવી ગઈ, પણ વૈદકીય ઉપચારથી રાહત સારી. લગભગ બે વરસથી ભૂખનો અનુભવ નહોતો, તે હવે રૂચિ ખુલે. આખો દિવસ વાંચન વગેરે કરી શકે છે. વિહારમાં બે વા૨ હાર્ટ પર હુમલા આવ્યા, પણ શાંત થઈ ગયા. છતાં વેદના કહેવા હિસાબે મૂળ પ્રોસ્ટેટનું દર્દ હજી છે. જેના માટે મુંબઈના ડૉ. મુકુંદ પરીખ પિંડવાડા આવેલા, તે કહેતા હતા કે ઓપરેશન કરાવવું જોઈએ.
શિબિ૨ાર્થી કેમ છે ? તો તલમાં કાંઈ તેલ ખરૂં કે કેમ ? તું કેમ છે ?.તારી અને અમારી એના માટેની ઉચ્ચ આકાંક્ષાઓ ફુલવતી બને એમ છે ? એને બે પત્ર લખેલ, પણ કોઈ ઉત્તર નથી. ડીસામાં એ રૂબરૂ આવેલ, પણ લેશ વાતે ખુલાસો કર્યો નહિ. આમ તો એને ઘણાં સમાધાન જોઈતા હતા, છતાં કેમ મૌન ? તે સમજાયું નહિ. તારાથી શક્ય હોય તો ખુલાસો મેળવીને લખજે અને એની પાસેય ઉત્તર લખાવજે.
કર્મના કાળે કાળે વિચિત્ર ઉદય થાય છે. એટલે ધાર્યું ૨દ અને અણધાર્યું ઉપસ્થિત થઈ જાય છે. એના તરફ આપણે સહેજે ઉદાસીનતાભાવ તો થઈ જાય, પણ કરૂણા જરૂર ઊભી થાય, કે પુરૂષાર્થને પ્રધાન ક૨વા યોગ્ય ચરમ પુદ્ગલ પરાવર્તકાળમાં આવ્યા
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org