________________
એ નાણાં પ્રમાણેનો માલ છે. એમાં ઉગ શો? તાંબિયા - નાણાંથી હીરામાણેક શું મળે? ભવિતવ્યતાના નિશ્ચિતભાવો આવા જ નિર્મિત હશે. કોણ અન્યથા કરી શકે? એ તો માત્ર નિહાળવાના, જરાય લહેવાઈ જવાનું કે દીન હીન બનવાનું નહિ, કેમ કે એમ કર્યો
ભવિતવ્યતાના ભાવો મિટાવી શકાતા નથી. (૩) આટલી પરિસ્થિતિમાં પણ સપુરૂષાર્થ આપણા આધીન છે,
એને કોમ અટકાવી શકે? આપણા હાથની વસ્તુ સપુરૂષાર્થને છોડી આપણા હાથમાં નહિ, એવી બાહ્ય પરિસ્થિતિ પરવલખાં
શા સારૂં મારવા? (૪) હંમેશા સંયોગ આપણને અનુકૂળ કરવા કરતાં સંયોગને આપણે
અનુકૂળ થઈ જવું, એમાં ડહાપણ અને સાત્ત્વિકતા છે. અર્થાત્
ચાલુ સંયોગમાંથી માર્ગ શોધી કાઢવો, એ જ ઉચિત છે. (૫) જિનેશ્વરદેવની અચિત્ય શક્તિ છે, પ્રભાવ છે. એના પર શ્રદ્ધા
હોય તો ઉભય ટંક પ્રાર્થના કરવી કે પ્રભુ! તારા પ્રભાવે સારૂં જ થવાનું છે, થવું જ જોઈએ. હવે ત્યાંની ભાંજગડમાં પડવા કરતાં અત્રે આવી માર્ગદર્શન મેળવવું એ જરૂરી છે. આમાં વિલંબ ન થાય.
ગભરા મા! આત્માની શક્તિ અનંત છે! અનંત શક્તિવાળા અરિહંતની ઓથ છે, આંતરદષ્ટિ ખુલેલાને અંતરથી અંધ જીવો શા વિડંબી શકે? એ જ.
' દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ-૭, ૮-૭-૬૬ Ras શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પર
૨૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org