________________
ક્રિયા અંગે પણ કોઈ મુશ્કેલી નથી. તારા જેવા શરીરવાળા પણ અહીં છે, અને સંયમ સાધના કર્યું જાય છે. વિહાર પણ કરે છે. બાકી વર્તમાન તારા શરીરની સ્થિતિમાં સંભવ છે કે ઘીનો સર્વથા ત્યાગ પણ કારણ હોય અને મહામાર્ગે જતાં એ નિયમ પૂર્ણ થવાથી શરીરને જરૂરી ટેકો મળી રહે. તો લોહી પડવાનું કે અશક્તિ વગેરે કારણ નહિ રહે, હાલ પણ દૂધનો ઉપયોગ રહે તો અશક્તિ ઓછી થાય.
સારાંશ, કાંઈ પણ મુંઝવણ કરીશ નહિ. કરવાને કોઈ કારણ નથી. પુણ્ય એટલું તપ છે કે બધું સારું થવાનું છે. સારૂં તે એવું કે વર્તમાનસ્થિતિ કરતાં શરીર અને મનની દૃષ્ટિએ પણ બહુ સદ્ધર સ્થિતિ ઊભી થશે, તો ગભરાય છે શું? શંકાશીલ શા સારું બને? અનંત ઉપકાર માન અરિહંત દેવોનો કે આવા કાલે પણ આ મહામાર્ગ વહેતો કરી ગયા છે. જેમાં જીવનો સર્વાગીણ ઉદ્ધાર છે, ઊર્ધીકરણ 9. Spritual uplift if the best uplift. Which consists all the factors of elèveted human life.
૬. કોના ભરોસે બેઠા છો? અશ્વિના ઘરમાં રહેવાથી બળવાનું જ મળે, ઠરવાનું નહિ. કાજળની ઓરડીમાં કાળાં જ થવાય, ઉજળા નહિ, કcખાનામાં મરવાનું આવે, બચવાનું નહિ. જાણો છો ખરા કે, સંસાર કાળો કોલસા જેવો છે અને સો મણ સાબુએ ધોતા ઉજળો ન થાય. | ગધેડાંઓને ગમે તેટલી કેળવણી આપ્યા છતાં ઘોડા થાય ખરાં?
ના. એમ આ સંસારને સારભૂત બનાવવા સુધારવા અને રહેવાલાયક - બનાવવા ગમે તેટલું મથી મરો, પણ બધું નિષ્ફળ.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
પેઢી, વલસાડ કરે
૨૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org