________________
આમ થયું હશે ? અલબત્ત હાથની વ્યાધિ તો છે તે છે જ. ભાવીભાવ.
હકીકત જાણી હજી અત્રે રૂબરૂ ન થાય ત્યાં સુધી નિરાશા ક૨વાની જરૂર નથી. રૂબરૂ તુલ્ય સમજુતી એ છે કે, ઈન્જેકશન વગેરેથી સારૂં થવાની મને આશા છે. ગમે તેમ તોય તું વિચારક છે. મનની થોડી આંધી જ દૂર કરવાની જરૂર છે. તું ત્યાં બેઠો પ્રાર્થના કરજે. ભાવના ભાવજે કે અહીં ટ્રીટમેન્ટ બરાબર સફળ થાય. Strong will is half success અને ઉપદેશની શી તાકાત તું સમજે છે ? શિબિ૨ના વિદ્યાર્થીએ તને શિબિરનો હવાલો નહિ આપ્યો હોય. જરૂર હવાલો લેવા જેવો છે.
બાકી તું એને ત્યાં કેમ જતો નથી? તને ખબર છે ? રૂબરૂ સામે ઉઠીને મળવા જવાથી સામા ઉપર ઘણી છાયા પડે છે અને હવે એ તારે કરવાની ખાસ જરૂર છે. કેમ કે આજે એનો પત્ર છે, એમાં લખ્યા મુજબ એની બા એને મેટ્રિક પછી ૨-૩ વર્ષ અમારી સાથે રાખી ભણાવવા માંગે છે તે પછી દીક્ષા. પરંતુ આ ઠીક નથી. કેમ કે
(૧) પહેલું તો આત્મામાં સંતપણાનું ઘડત૨ ક૨વાનું છે, પછી પંડિતાઈનું. સાધુપણું પાળવું એટલે પહેલાં સંત બનો, પછી વિદ્વાન. દુનિયામાં દેખાય છે ને કે સંત નહિ એવા પંડિત કેટલો દાટ વાળે છે? કેવી દુર્દશામાં છે? એ શું કે બીજો શું? પહેલા સાચો સંત થાય, એ મારી અભિલાષા. (૨) સાધુ થઈ જેટલો અમારી નિકટ રહે છે, એટલો ગૃહસ્થપણે નહિ. જ્ઞાનોપાર્જન પણ સારૂં કરી શકે છે. (૩) વિના કા૨ણ અવિરતિમાં જકડાયા રહેવાનું શું કામ ? (૪) ઉંમર મોટી થતી જાય, ત્યાં ભાવનાનો'ય શો ભરોસો કે એવી જ ટકશે કે વધશે કે ઘટશે?
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org