________________
તરફ વાળવાની જરૂર છે. તે વિના સંસ્કારો પર કાપ મૂકવો અશક્ય છે છે. વિચારોની સક્રિયતા સંસ્કારોને વધુ ગતિશીલ બનાવે છે માટે શ્રદ્ધા-ભક્તિમાંથી ઊપજતા સમર્પણ બળે વિચારોને થંભાવવાની ખાસ જરૂર છે. જીવનની જાગૃતિનું તત્ત્વ વિચારોનું તાંડવ શમ્યા પછી ઓળખવા મળે છે.
પરમેષ્ઠીઓ એટલે પૂર્ણ રીતે જાગ્રત જીવનના પરમસીમા સ્તંભો છે. તેઓના સ્વરૂપનું નિદિધ્યાસન અંતરને હળવું બનાવે છે.
પણ આરાધનાનો આ પંથ એટલો વિકટ છે કે અંતરની બહિર્મુખ શક્તિઓ વારંવાર વિક્ષેપોની વણઝાર રૂપે આપણને લક્ષ્યહીન બનાવવા મથતી હોય છે પણ બધા માટે પોતાની અંતરંગ શક્તિઓના કેન્દ્રસમા આત્માની મૌલિકશક્તિઓના સ્ત્રોતને આરાધના દ્વારા લક્ષ્યગામી બનાવવાની ખાસ જરૂર છે.
આમાં અવરોધરૂપે સ્વાર્થવૃત્તિ, ફળ-લિપ્સા, અહંકાર, સાધના દ્વારા ઐહિક પદાર્થોની માંગણી અને ચંચળતા આદિને કાબૂમાં લેવાં જરૂરી છે. આના પ્રવર ઉપાય તરીકે નિયમિત જાપ અને તેના સહયોગી સ્વાધ્યાય, અંતર્મુખ નિરીક્ષણ, કઠોર ભાષાત્યાગ, પ્રશસ્ત વાતાવરણ આદિ સાધનોના અવલંબને સુદઢ પુરૂષાર્થ કરવાની જરૂર છે.
વિચારોમાં સ્વાર્થ, સુદ્રવૃત્તિઓ અને અહંકારની માત્રા વધે ત્યારે જાપમાં રહેલી ભૂમિકાની નબળાઈ આપણને પરખાય નહીં, તેથી ઉદાત્તવૃત્તિઓના ઘડતરની ખાસ જરૂર છે, તે માટે મૈત્રી આદિ ૪ ભાવનાઓનું ચિંતન અને પરમેષ્ઠીઓની દિવ્યકરૂણાના ચિંતનની ખાસ જરૂર છે.
જો કે શ્રદ્ધાની માત્રા વિવેકપૂર્વક વધે તો આ જાતના ચિંતન
કી
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ 23
( ૧૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org