________________
- શુષ્ક ક્રિયા શૂન્ય જ્ઞાનવાદીઓ માટે અનુભવસિદ્ધ વિચારો જ્ઞાન અને ક્રિયાના અનિવાર્ય આવશ્યકતા વિશે પૂરી શ્રદ્ધા પ્રગટાવશે એવી આશા રાખવામાં આવે છે. નમસ્કાર મહામંત્રની પત્રમાળાના ત્રણ વિભાગના કેટલાક પત્રો અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો માત્ર તે અંગેનું પ્રાથમિક જ્ઞાન આપીને જિજ્ઞાસા જગાડે અને મૂળ પુસ્તક વાંચી નવકારમંત્ર સિદ્ધ કરીએ એવી ભાવના રાખવામાં આવે છે. ૧. પાલનપુર, તા. ૧-૯-૮૩
આરાધના એટલે ઉપાસના.
ઉપ = પાસે; આસન = બેસવું - એટલે આરાધ્યતત્ત્વની આજ્ઞાના પાલન કરવાના યથાશક્ય પ્રયત્ન સાથે આરાધ્ય તત્ત્વની નજીક જવાનો પ્રયત્ન = ઉપાસના = આરાધના.
પંચપરમેષ્ઠીઓની આજ્ઞા એક છે કે જેમ બને તેમ મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા પ્રયત્નશીલ રહેવું જેથી પરિણામે ક્ષાયિકભાવે મોહ જીવનમાંથી ચાલ્યો જાય. મોહનો સમૂળ નાશ થઈ જાય. આ આજ્ઞાને સાકાર બનાવવા યથાશક્ય સઘળાં પ્રયત્નો કરવા તે આરાધક તરીકેની આપણી પવિત્ર ફરજ છે, પરિણામે વિષયની વાસના અને કષાયની કારમી ભીંસ જીવનમાંથી અદશ્ય થવા માંડે.
જેમ જેમ આરાધના અંતરમાં ઉતરતી જાય તેમ તેમ સાબુસોડાથી મેલ હટે તેમ આપણા અંતરના મેલરૂપ વિષય - કષાયોનું જોર ઘટે જ!!! પણ આપણી વૃત્તિઓમાં આરાધના સ્થિર થતી નથી. તેનું પરિણામ એ આવે કે પ્રવૃત્તિઓ ધર્મની કદાચ રહે પણ - વૃત્તિઓમાં રહેલ વિષય - કષાયોનો કચરો આપણી ભાવનાઓને
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org