________________
આ પાળવી જોઈએ.
જો એમાં બેદરકારી અગર ઉપેક્ષા રહી તો આરાધનાનું સત્ત્વ આપણને મળે નહીં. આ ઉપરાંત નેગેટિવ એપ્રોચ પાવરફૂલ બનાવવા પોઝીટીવ સાઈડ પોતે વ્યવસ્થિત આચરવાની જરૂર છે. સૂઝ નીતિથી પોઝીટીવ બાબતો આરાધનામાં ઓજસ લાવે છે. જેમ કે -
આરાધનામાં સત્ત્વ વિકસાવનાર પોઝીટીવ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સવાંચન, શુભ વાતાવરણ અને નિયમિત જાપ આદિ બાબતોમાં વિધિ, સમય - મર્યાદાનો આગ્રહ જો ઢીલો રાખવામાં આવે તો નેગેટીવ એપ્રોચની કેળવણી ન થાય અને આરાધનામાં ઉત્સાહ ન આવે.
તેથી તમારે ખાસ કરીને પોઝીટીવ બાબતોની ચોક્સાઈ અને નેગેટીવ એપ્રોચની કેળવણી વ્યવસ્થિતપણે કરવી જરૂરી છે.
આરાધક આત્માએ સંસાર અને એની પ્રવૃત્તિઓમાં જવાબદારીનું સ્થાન પ્રામાણિક પુરૂષાર્થના ધોરણે હોય, પણ તેમાં રાચ્યા-માચ્યા કે તન્મય થવાનું ન શોભે.
આરાધનામાં જરૂરી વાતાવરણ શુદ્ધિ - આહાર શુદ્ધિ માટે ઉપેક્ષા - બેદરકારી જરા પણ રાખવી ઉચિત નથી. અંતરના વિવેકના પ્રકાશમાં સમજાયેલી ચીજ સંસારી વાતાવરણ કે ભાઈબંધોના સહવાસ અગર પરિસ્થિતિના નામે ગૌણ બને એ આરાધકને શોભે નહીં. (પા. ૧૬૬) ૭.
જૈન આગમ મંદિર, પાલિતાણા. તા. ૨-૬-૮૪ વિ. શ્રીનવકારના પ્રભાવે તમારા જીવનમાં વિચારોની ધાંધલ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ
૧૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org