________________
દુનિયાના પદાર્થોને મેળવવા પુરૂષાર્થની કિંમત જેટલી સમજાઈ છે તેટલી દુનિયાના પદાર્થોને મેળવી આપનાર પુણ્યનું સર્જન આ જાપ અને પૂજા આદિ ધર્મક્રિયાથી થાય છે. આ વાત હજી સ્પષ્ટ સમજાઈ નથી.
તેથી આ પત્રમાં આ વાત ૫૨ ભાર મૂક્યો છે કે દુનિયાના પદાર્થો મેળવવા માટે કરાતાં પુરૂષાર્થની સફળતાને આધા૨ શ્રી નવકારના સવારે વહેલા ઉઠીા કલાક સ્થિરતાપૂર્વક કરાતા જાપ ઉપ૨ અને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા - અભક્ષ્ય ત્યાગ આદિ પર છે, કેમ કે આનાથી પુણ્યનું સર્જન થાય છે, તેનાથી વ્યવહા૨માં સફળતા આપોઆપ મળે છે. આ વાત પર ખૂબ ગંભીરપણે વિચારશો. (પા. ૧૮૧)
૮. શ્રી નમસ્કાર મહામંત્રની જાપ શક્તિ માટે જરૂરી ૧. જાપ માટે શ્રી નવકારનું આકર્ષક ચિત્ર સામે રાખવું. ૨. વાતાવરણ મનમોહક રાખવું.
૩. જાપની ગુપ્તતા જળવાય તે જરૂરી છે.
૪.
મેરૂનું ઉલ્લંઘન ન થાય.
૫. મણકાને નખનો સ્પર્શ ન થાય.
૬. નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાએ જાપ ક૨વાથી શક્તિ – સંચય થાય. સ્થાન – સમય બદલાવાથી શક્તિ ડોળાઈ
જાય.
૭ જાપનાં વસ્ત્રો, આસાન ખૂબ સ્વચ્છ રાખવાં, પગ ન અડકે તેનો ખ્યાલ રાખવો.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org