________________
ક વીતી જાય ત્યાર પહેલાં કિંચિત્ સુકૃતના માર્ગનું અનુસરણ કરવામાં આ પુરૂષાર્થની પ્રેરણા મળશે એવી આશા નિષ્ફળ નહિ થાય એવી મને અપૂર્વ શ્રદ્ધા છે. પૂ.શ્રીના પત્રોની પ્રસાદી કોઈ અંડબર નથી પણ સહજ ભાવથી આત્માના કલ્યાણની ઉદાત્ત ભાવનાને અનુલક્ષીને પોતાના જ્ઞાન-આરાધના-સાધના અને અનુભવને આધારે પત્રો લખીને જૈનપત્ર સાહિત્ય - શ્રુતજ્ઞાનની એક વિશિષ્ટ પ્રણાલિકાને મૂર્તિમંત રાખવાનો પ્રશસ્થ પ્રયત્ન કર્યો છે કે જે વર્તમાન અને ભાવિપેઢીના વારસદારોને માટે દૃષ્ટાંતરૂપ જીવન શૈલી જોવાજાણવા મળે છે. માર્ગાનુસારીપણું અને આરાધનાની સાચી દૃષ્ટિ જો જીવનમાં આવી જાય તો માનવજન્મની સાર્થકતા થઈ ગણાય તે માટે પણ પૂ. ગુરૂદેવના પત્રો એમના શબ્દદેહથી પ્રત્યક્ષ થાય છે, જરૂર છે માત્ર પ્રમાદનો ત્યાગ કરીને મહાન પુણ્યોદયે સુગુરૂનો યોગ મળ્યો તેની એક એક ક્ષણ સુકૃતમાં નિર્ગમન કરવી. વિશેષ તો પૂ.શ્રીના કેટલાક પત્રો અત્રે દૃષ્ટાંત રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી ગુરૂવાણીનો અમૃતસમાસ્વાદ કરી શકાશે.
સમીક્ષા જૈન સાહિત્યના પત્રોનું મુખ્ય લક્ષ્ય આધ્યાત્મિક ઉન્નતિ આત્માની મુક્તિનું છે એટલે લગભગ બધા જ પત્ર લેખકોના પત્રોમાં આત્મા-મુક્તિ-ધ્યાન-તપ-ત્યાગ-યોગસાધના. માનવજન્મની દુર્લભતા જેવા વિષયોને લગતા વિચારો વ્યક્ત થતાં હોય છે. પૂ. ગુરૂદેવના પત્રોમાં પણ માનવજીવનની સફળતા, આત્માની ઉન્નતિ કર્મવાદ, પુરૂષાર્થ, પૂણ્યાનુબંધી પુણ્ય, જ્ઞાનદાન, જૈન શાસન મળ્યાની મહત્તા, ગુરૂકૃપા માર્ગદર્શન, દુર્ગુણો પર વિજય મેળવવો, ૨ જિનાગમ, કાર્યસિદ્ધિ, સંકલ્પશક્તિ, ભક્તનો સમર્પણ ભાવ,
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org