________________
ઉપર ૪ર ગુણો જણાવ્યા છે, પણ તે બધા નિષેધ પ્રધાન છે ? કે આત્મામાં પુદ્ગલભાવરૂપ જન્મ, જરા, મરણ, ક્ષય આદિ ૩૫ ધર્મો નથી. છેલ્લા ચાર ધર્મો અને શુદ્ધ, બુદ્ધ તથા લોકાલોકશાપક આ ત્રણ ધર્મો જીવાત્માના મૂળભૂત સ્વભાવના પરિચાયક છે. મોટેભાગે પુગલમાં જે સડણ, પડણ, વિપરિણમન, વિધ્વંસ આદિ છે. તેનો અભાવ આત્મામાં દર્શાવી આત્માની શાશ્વતતાનો પ્રતિભાસ કર્યો છે.
હવે જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણ કરવાથી, આત્માને વળગેલા કર્મના પુદ્ગલોથી અત્યારે આપણે ઉપરના ૩૫ ધર્મોમાંથી = નહીં, કાઢી નાંખતા જે ૩૫ પોગલિક ભાવો છે તે આજે આપણે અનુભવી રહ્યા છીએ, તેનો ઘટાડો અને વિનાશ સુશક્ય થઈ શકે. એટલે ક્રિયાઓ શુદ્ધાત્મસ્વરૂપ સાથે જોડનાર હોઈ ક્રિયાયોગ બની જાય છે. ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વક આચરણાથી મોહનીય કર્મનો ક્ષય જરૂર થાય જ!
સરવાળે તે ક્રિયાઓ આપણા વિશુદ્ધ સ્વરૂપ સાથે આપણો મેળ કરાવી આપનાર બને. એટલે ક્રિયાયોગની આચરણા ક્રિયાયોગરૂપે જ્યારે પરિણમે ત્યારે ખરેખર જિનશાસનની સાચી ઓળખાણ થઈ ગણાય. આ જાતના ક્રિયાઓના મૌલિક બંધારણને જ્ઞાની ગુરૂઓનાં ચરણોમાં બેસી ઓળખવાની જરૂર છે.
વર્તમાનકાળ ક્રિયાઓનો પ્રવાહ ઘણો ચાલુ છે. પણ ક્રિયાયોગમાં મૌલિક બંધારણના પાયાસમી જ્ઞાની નિશ્રા અને વિધિનો આદરબહુ ખૂટે છે. તેના યોગ્ય સંયોગ માટે તમારા જેવા વિવેકીઓએ જરૂર પ્રયત્ન કરવા જેવો છે. (પા. ર૬૩)
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૦૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org