________________
8 પદવી પામવાની યોગ્યતા પણ પ્રાપ્ત થાય છે પરિણામે ત્રણે લોકમાં જ | વંદનીય, પૂજનીય અને સન્માનનીય બને છે.
પ. પૂ. પં. શ્રી અભયસાગરજીએ નમસ્કાર મંત્ર વિશે ગહન અભ્યાસ કરીને તેના પદોનાં રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. આ રહસ્યનું મૂર્તિમંત ઉદાહરણ એમના પત્રો છે. વાસ્તવિક રીતે વિચારીએ તો આ પત્રમાલા બાળત્રિપુટીને લક્ષમાં રાખીને શરૂ થઈ હતી કે જેથી આત્માનો વિકાસ કરી શકે. સકળ વિશ્વના માનવીઓ નમસ્કારમંત્રની આરાધનાથી પરમપદને પામે તેવા ઉદાર હેતુથી આમજનતા માટે આ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રમાલાના પ્રકાશનમાં બીજાં નિમિત્ત એ છે કે પૂ. ગુરૂદેવશ્રીના કાળધર્મ પછી નમસ્કાર મંત્ર વિશેના પત્રો વાંચવા-વિચારવા માટે કેટલાક શ્રાવક-શ્રાવિકાઓએ રસવૃત્તિ દાખવી હતી તેના પરિણામે આ પત્રોને “શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' શીર્ષક નિયત કરીને પ્રકાશન કર્યું છે.
આ પત્રમાળામાં મહામંત્રની આરાધનાની શાસ્ત્રીય આદર્શ ભૂમિકાનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. નમસ્કાર મંત્રનો પ્રભાવ અચિંત્ય મણિમંત્ર ઔષધિ સમાન છે એટલે પૂ. ગુરૂદેવશ્રીએ મંત્રના પ્રભાવના (ચમત્કાર) અનુભૂતિ કરી હતી તેને પણ પત્રમાળામાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂ.શ્રીએ નવકાર વિશે મૌખિક સમજૂતી આપી હતી તે પત્ર નં. ૧૦૮માં સમાવેશ કર્યો છે.
આ પુસ્તકના વિભાગ - ૨ અને ૩ના પત્રો વ્યવસાયે (એમ.બી.બી.એસ.) ડૉક્ટર જીતુભાઈ પી. શાહ અને ડૉ. મનુભાઈ એસ. શાહને ઉદ્દેશીને લખાયા છે. તે ઉપરથી એવું ફલિત થાય છે કે બુદ્ધિ કરતાં શ્રદ્ધાનું બળ અધિક પ્રભાવશાળી છે. ત્રીજા વિભાગના
પત્રોમાં ક્રિયા યોગ પર વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આજના 2 શ્રી જેન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ સિક
૧૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org