________________
' વિના પણ જાપની ભૂમિકા ઘડાવા પામે છે. શાસ્ત્રોમાં એવા દૃષ્ટાંત મળે છે કે ભયંકર લૂંટફાટ કરનારો હુંડિક નામનો ચોર પાપકર્મના ઉદય રાજસત્તાની પક્કડમાં ફસાઈ ગયો. પરિણામે તેને રાજાએ મરણાંત કષ્ટ વધુ થવાપૂર્વકની સજારૂપે તીક્ષ્ણ અણીદાર લોખંડના ખીલા - શૂળી પર ચઢાવવાની ક્રૂર સજા ફરમાવી. વધુમાં કોઈએ તેની સાથે વાત ન કરવી - કોઈએ એની પાસે જવું નહિં - જે જશે તેને ચોરના સાગરીત માની યોગ્ય સજા થશે. લોકોના ટોળાં શૂળી પર ચઢેલ તે ચોરની કદર્થનાને જોઈ રહ્યા છે, પેલો વેદનાનો માર્યો છેલ્લી વખતે પાણી પાણી કરે છે, પણ રાજાની કડક આજ્ઞાના કારણે દયા આવવા છતાં કોઈ ચોરની પાસે જતું નથી. છેવટે બહારગામથી આવી રહેલ તે ગામનો શ્રીમંત શેઠ ચોરની કદર્થના જોઈ ખૂબ દયાળુ બન્યો. તેની પાણી પાણીની બૂમોથી શેઠ ખૂબ દયાળુપણાંથી નજીક આવી કાનમાં બોલ્યા કે તું ‘નમો અરિહંતાણે આટલું બોલે તો હું હમણાં પાણી લાવી આપું - બે ચાર વાર શેઠ તેને બોલતાં શીખવાડ્યું.
રાજાના માણસોએ શેઠ ચોરના કાનમાં કંઈક કહે છે, વાત કરે છે. તે બધા સમાચાર રાજાને આપ્યા. રાજા વહેમાયો કે શેઠ આ રસોરની સાથે ભળેલા હશે તેવા વહેમથી શેઠને પકડવાના ઓર્ડર આપે છે.
જ્યારે આ બાજુ શેઠની સૂચના મુજબ પેલો “નમો અરિહંતાણં બોલે છે. શેઠ પાણી લેવા ગયા, પાછળથી ચોર વેદનાના ભાવમાં ઓ બાપ રે! કરવા માંડ્યો. પાછું યાદ આવ્યું કે શેઠ આવશે ને હું તેમનો બતાવેલો મિત્ર નહીં બોલું તો મને પાણી નહીં પાય. એટલે ચોર ભૂલ ગયેલ નમો અરિહંતાણં ના પદને યાદ કરવા લાગ્યો પણ જો પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી
૧૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org