________________
જ્ઞાનીઓએ મહત્ત્વ આપ્યું છે. કેમ કે આનાથી આપણામાં ઊંડે ઊંડે ઘર કરેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતામાંથી ઊપજતા કર્મ – તેનાં સાધનો - વિપાકોના રાગથી મુક્તિ - કે તે સાધનો પ્રતિ જે દ્વેષભાવ કેળવાય છે તેમાં ખૂબ જ ઘટાડો થાય.
-
માટે વિવેકપૂર્વક વીતરાગપ્રભુનાં દર્શન - વંદન – પૂજનાદિ તેઓના અદ્ભૂત ગુણોના વિશિષ્ટ સ્મરણ - ચિંતનાદિ સાથે કરવાનો પ્રયત્ન જરૂ૨ ક૨વો ઘટે.
આ માટે ગયા પત્રમાં સૂચવેલ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના પાલનની તમારી જે આદર્શ પદ્ધતિ છે. તેમાં ભાવસ્તવ – ચૈત્યવંદન - સ્તવન (પસંદ કરેલા - તમારા નહીં મારી પાસે સર્ટીફાઈડ કરાવેલા) બોલો, તેના અર્થ - ચિંતનમાં જરા ઊંડા ઉતરો તે ખાસ જરૂરી છે.
તમારા જીવનમાં મોહભાવના સંસ્કારો હજી ઘટાડવાની ખાસ જરૂર છે. તે માટે ઉપર બતાવેલ રીતે દેવ - વીતરાગની ગુણાનુરાગભરી વંદના - સ્તવના - પૂજાની ખાસ જરૂર છે.
પણ તેમાં માર્ગદર્શનથી આગળ આપમતિએ ન જશો. આગળ શુષ્ક અધ્યાત્મની ખાઈ મોટી છે તે માટે સાવચેત રહેવાની જરૂર છે. પાલનપુર. તા. ૩-૮-૮૩ તમો બધા શ્રી નવકારના ચરણે જીવન શક્તિનું નૈવેદ્ય યથાશક્તિ સમર્પિત કરી જીવન ધન્ય બનાવતા હશો.
૪.
સમર્પણ વિના ઈષ્ટફળ સિદ્ધિ શક્ય નથી. ખેડૂત અર્થે પેટે ભૂખ્યો રહીને પણ અનાજ ધરતી માતાને સમર્પિત કરે છે - તો એક દાણાંના સેંકડો દાણાં પાછા મેળવે છે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org