________________
જો કે તેમાં પુણ્યનો યોગ પ્રબળ છે. પુણ્ય વિના બીજ વાવ્યા પછી સરખો વરસાદ ન આવે કે જીવાત આદિનો ઉપદ્રવ થાય તો અનાજ ન પણ મળે, પણ પંચપરમેષ્ઠીઓને અગર શ્રી નવકાર માતાને અનકન્ડીશનલ બિનશરતી નિખાલસ દિલે તુંહી તુંહી ના ભાવથી સમર્પણ કરાય તો પછીના પ્રોસેસમાં પુણ્યની જરૂ૨ નથી. સમર્પણ પાછળ રહેલી શ્રદ્ધા, ભક્તિ, વિનય આદિથી થયેલ મોહના ક્ષયોપશમની ભૂમિકાના બળે ઊપજતી સાહજિક વિશિષ્ટ આત્મશુદ્ધિના બળે ઓટોમેટીક આત્મશક્તિઓના પ્રોગ્રેસરૂપ પ્રોસેસ થવા પામે છે. માત્ર જરૂર છે અંત૨ના સમર્પણની!
સમર્પણ બુદ્ધિ કે મનનું નહીં, પણ અંતરમાંથી ઊગવું જોઈએ. વિચા૨જન્ય સમર્પણ થોડેક સમય ટકે, પછી બુદ્ધિ, મનને સંતોષ ન થાય એટલે સમર્પણભાવ ઘટવા પામે છે. પરિણામે શ્રદ્ધા-ભક્તિ, વિનય-બહુમાન વગેરે પણ ઓસરી જાય છે.
અંતરનું સમર્પણ એટલે અત્યારની આપણી વૃત્તિઓનું ગુલામીનું કર્મ પરવશતાનું સજાગ ભાન, પછી આમાંથી છૂટવા માટે શ્રી નવકારમંત્ર જે મંત્ર નહીં - મહામંત્ર બલ્કે મંત્રશિરોમણિ છે. કેમ કે દુનિયાના મંત્રો પુણ્યના આધારે ફળ આપે છે ત્યારે શ્રી નવકાર આપમાં પુણ્યનો ખજાનો કંગાળ હોય છતાં અંતરની શ્રદ્ધા, ભક્તિ, બહુમાનના આધારે આપણને શરણાગત તરીકે સ્વીકારી અંત૨ની શક્તિઓ યથાયોગ્ય વિકાસ કક્ષાનુરૂપ કરી દે છે.
આવા મંત્ર શિરોમણિ શ્રી નવકા૨ ભગવંતના શરણે આપણી જાતને વૃત્તિઓની ગુલામી કે કર્મ-પરવશતામાંથી છોડાવવાના ધ્યેયથી સોંપી દેવી તે અંતરનું સમર્પણ છે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org