________________
જ છે. જાપમાં ખૂટતા તત્ત્વો ઉમેરવાની ખાસ જરૂર છે. (પા. ૭૭) :
પાલનપુર. તા. ૩-૯-૮૩ | વિ. શ્રી નવકાર એ પરમતત્વનો પરિચાયક છે. જગત આખું અપરમ તત્ત્વ છે. પણ આત્મા ચિંતન અને અંતરંગ શક્તિઓ પરમ છે. અપરમ છે કે જે ઈન્દ્રિય, બુદ્ધિ, મનથી જાણી શકાય તેમજ પરિવર્તનશીલ હોય. પરમ તે કે જે અદ્વિતીય અને માત્ર વિશુદ્ધ આંતરિક શક્તિઓના વિકાસ બળે અનુભવગમ્ય હોય તેમ શાશ્વત હોય.
( શ્રી નવકાર આવા પરમસત્યરૂપ આત્માની પાંચ વિશિષ્ટ અવસ્થાઓનો પરિચય કરાવે છે. આ પરિચય પણ શબ્દથી નહીં. ધૂળ રૂપે નહીં. પણ અંતરના ઊંડાણમાં રહેલ ચૈતન્ય તત્ત્વ સાથે સહજ સ્પર્શરૂપ ઝણઝણાટીરૂપ મધુર સંવેદનરૂપ થવા પામે છે ક્યારે? કે જ્યારે આપણે સાધના બળે સ્થળ ભૂમિકા = રાગ-દ્વેષ – પરિણતિની કે ઈન્દ્રિયગમ્ય ભૌતિક પદાર્થોની વાસનાના સ્તર પરથી ઊંડા આત્મસાગરમાં ડૂબકી મારવા પ્રયત્નશીલ થઈએ ત્યારે તે માટે ભાવનમસ્કારના પરમાલંબનની જરૂર છે, તે વિના આત્મસાગરમાં ઊંડે અવગાહન કરી ન શકાય.
આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ સાથે તેના વિકાસ આડે રહેલ કર્મના સંસ્કારોને હડસેલવા માટે વિશુદ્ધ અધ્યવસાયોના પ્રતીકરૂપે પરમેષ્ઠીઓના આલંબને આપણી ગુણાનુરાગ દષ્ટિની પ્રબળતા સાથે અંતરનો ઝુકાવ તે ભાવ નમસ્કાર. માટે જ શ્રી પરમેષ્ઠી મહામંત્ર નામના બદલે જગપ્રસિદ્ધ શ્રી નમસ્કાર મહામંત્ર તરીકે
આબાલ - ગોપાલ આ મંત્ર પરિચિત છે. જ પંચપરમેષ્ઠીજગતના સર્વોત્કૃષ્ટ મહાવિભૂતિ છતાં તેની સાથે જ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org