________________
છે જાણવા મળે છે. બંને ગુરૂદેવો એકબીજાને મળીને આ અંગે વિશદ જ
ચર્ચા પણ કરતાં હતા. એમની નિખાલસ ચર્ચાના પરિણામે નમસ્કાર મહામંત્ર વિશે વિશેષ વિગતો પ્રાપ્ત થઈ શકી છે.
આ પુસ્તકમાં ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગના પત્રો ૧૦૮, બીજામાં ૨૪ અને ત્રીજામાં ૩૬ એટલે કુલ ૧૬૮ પત્રોનો સંચય થયો છે.
મારો મત એવો છે કે આ સંખ્યા સહેતુક છે. પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ છે, તીર્થકરો ૨૪ છે અને આચાર્ય એ ગુરૂઓના પણ ગુરૂ અધિપતિ એમના ૩૬ ગુણો છે તે દૃષ્ટિએ સંખ્યાની પસંદગી થઈ હોય તેવો સંભવ છે. આ પત્રો માત્ર માહિતીપૂર્ણ છે એટલું જ નહિ પણ નવકારના ચમત્કારનું પણ નિરૂપણ કરીને તેના પ્રત્યક્ષ અનુભવ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. એટલે તેના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા પ્રગટે તેમાં કોઈ આશ્ચર્ય નથી. નાસ્તિકને પણ આવા પ્રમાણભૂત ગ્રંથનો આધાર મળે તો આસ્તિક બનીને મુક્તિમાં પહોંચી જાય તેમાં કોઈ નવાઈ નથી. આ પત્રમાળાના ગ્રંથની વિશેષતા એ છે કે અન્ય પત્ર ગ્રંથોમાં છુટાછવાયા વિવિધ વિષયોના પત્રો વિશે કિંચિત્ વક્તવ્ય પ્રાપ્ત થાય છે જ્યારે પૂ. ગુરૂદેવશ્રી અભયસાગરજીએ તો નમસ્કાર મહામંત્ર વિશે જ પત્રમાળાની રચના કરીને જૈન સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન સાથે સિદ્ધિ મેળવી છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા જિનશાસનમાં આરાધવા લાયક જો કોઈ એક અને અખંડ મંત્ર હોય તો તે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર છે. આ મંત્રની શાસ્ત્રીય જ સાધનાથી આત્માનો વિકાસ થતાં પૂર્ણપદને પામે છે એટલે કે સિદ્ધિપદ છે અને ઉત્કૃષ્ટ પુણ્ય હોય તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તો તીર્થકર છે પક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ઉં
૧૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org