________________
તમારો ક્ષમાપના પત્ર મળ્યો છે. અમારા તરફથી પણ ક્ષમાપનાદિ જાણશો.
શારીરિક સ્વાસ્થ્ય અશાતા વેદનીયાદિના તીર્ય ઉદયના કારણએ નબળું પડતું જાય છે તે સમાચાર જાણ્યા.
બહાર જે કાંઈ બન્યું છે, બને છે અને બનવાનું છે તે કર્મના અબાધિત નિયમના આધારે થઈ રહ્યું હોય છે. સમ્યગ્દષ્ટિને એ વિચાર ધર્મધ્યાન પ્રબળ નિમિત્ત બની આર્તધ્યાનથી ઉગારી લે છે.
કર્મના નિયમની પાછળ પ્રભુની આજ્ઞાની આરાધના કે વિરાધનાનું બળ હોય છે. સમ્યગ્દષ્ટિએ જ્ઞાની પુરૂષોને એ વાતનો પૂરેપૂરો ખ્યાલ હોવાના કારણે સમતા અખંડ જળવાઈ રહે છે અને મનુષ્ય ભવાદિ દુર્લભ સામગ્રીઓને યથાશક્તિ આજ્ઞાનું આરાધન ક૨વા વડે સાર્થક કરે છે.
ચિત્ત સમાધિ માટે જીવોની સાથે મૈત્રી સાધવાપૂર્વક નિશ્ચયનયની ભાવનાનું આલંબન લેવું અતિ ઉપયોગી બને છે.
આ ભાવના ઘણું સમાધાન આપશો અને એ દ્વા૨ા શ્રી જિનવચનથી જ આરાધના છે તેથી આત્મા ઘણો પ્રસન્ન બનશે. સંકલ્પ-વિકલ્પને તિલાંજલિ આપી આત્મભાવનામાં જાગ્રત રહેવું એ જ જિનવચનો પામ્યાનો સાર છે. (પા. ૧૨૨)
૫૧
સંસાર સ્વરૂપ
Jain Education International
લુણાવા. સં. ૨૦૩૨
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org