________________
પત્ર પ્રકાશ
પ્રેરણાના પ્રેરણાનો સોનેરી પ્રકાશના પત્રો ચાર વિભાગમાં વિભાજિત થયા છે. પ્રથમ વિભાગમાં સિદ્ધાંત મહોદધિ, કર્મશાસ્ત્ર પારંગત, વાત્સલ્ય વારિધિ, પ૨મોપકારી આચાર્ય દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ.ના પ. પૂ. વજ્રસેનવિજયજી ૫૨ લખેલા પત્રો છે. પૂ.શ્રીનું સંસારી નામ વર્ધમાન પણ કેશુ નામથી જાણીતા હતા. એ નામથી સંબોધન કરીને પત્રો લખાયા છે. આ પત્રોમાં હિતશિક્ષા રૂપવચનો છે કે જેના દ્વારા સંયમની આરાધનામાં માર્ગદર્શનની સાથે પ્રેરણા પ્રાપ્ત થાય છે. કોઈ નૂતન દીક્ષિત સાધુને પણ આ પત્રોની વાણી સોનેરી પ્રકાશ દ્વારા સંયમ પંથ ઉજમાળ બનાવવામાં સહયોગ આપે તેવા પત્રો છે.
બીજો વિભાગ : પ. પૂ. સુવિશાલગચ્છાધિપતિ કરૂણાસાગર, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.એ પૂ. વજ્રસેનવિજયજીને પત્રો લખીને પોતાના ગુરૂના સાચા વારસદાર બની આત્મ કલ્યાણ માટે પ્રેરણા મળે તેવા સોનેરી વચનોનો તેમાં સમાવેશ થયો છે. ગુરૂદેવની કર્મોદયે અશાતા, વૈયાવચ્ચ, આરાધના અને કર્મવાદની દૃષ્ટિએ સમતાભાવ જેવા વિચારો પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પૂ. વજ્રસેનવિજયજીને ઉદ્દેશીને લખાયેલા પત્રો અન્ય મુનિઓને પણ એટલા જ પ્રેરકને માર્ગદર્શક બને તેમ છે.
ત્રીજો વિભાગ : પ. પૂ. પ્રશાંતમૂર્તિ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના વજ્રસેન વિજયજી ૫૨ લખેલા પત્રોનો સંચય થયો છે. ‘કેશુ’ને બાલ્યાવસ્થાથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું હતું અને બાલ્યવયમાં દીક્ષા લઈ સંયમને અનુરૂપ આધ્યાત્મિક વિકાસ થાય તે અંગેના પ્રેરક વિચારોવાળા આ પત્રો સાધુ જીવનંના
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org