________________
'વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી મુમુક્ષુ કેશુ જોગ. ધર્મલાભ.
વિશેષમાં પરમપુણ્યોદયે નાની વયમાં ચારિત્રરત્નને આરાધવા ઉત્સુક બન્યો છે તે જાણી અતિશય આનંદ થયો છે. તારી પૂર્વજન્મની કોઈ વિશિષ્ટ ધર્મસાધનાના યોગે જ આવી નાની વયમાં તેને સંયમ સાધવાની ભાવના જાગી છે.
જેવા ઉલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરવા તૈયાર થયો છે. તેવા ઉલ્લાસથી અથવા તેના કરતાં પણ વધુ ઉલ્લાસથી રત્નત્રયીને દીપાવજે. જગતને ભૂલી આત્મ સાધનામાં ખૂબ - ખૂબ ઉજમાળ બનજે. લેશ માત્ર પણ પ્રમાદ કરતો નહિ.
જેમની નિશ્રામાં ચારિત્ર અંગીકા૨ ક૨શે તેમને તું આજ્ઞાંકિત રહેજે. તારા મહાન પુણ્યોદયે તને પરમ વિરાગી વિદ્વાન પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજીની નિશ્રા મળી છે તો તેમની આજ્ઞાનું આનંદપૂર્વક પાલન કરજે. તેમની આજ્ઞાના પાલનથી તારા આત્માનો વિકાસ ઝડપી થશે. રત્નત્રયીની સાધનાથી તારી શક્તિઓનો વિકાસ સાધજે અને પરંપરાએ આત્માનું મહાકલ્યાણ કરજે એવા મારા શુભાશીર્વાદ છે. એ જ
મુનિ પદ્મવિજયના ધર્મલાભ.
૧૯
Jain Education International
પ્રાતઃસ્મરણીય, પરમકૃપાળુ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત તરફથી વિનયાદિ ગુણોપેત મુનિશ્રી કુંદકુંદવિજયજી જોગ.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
પુના સીટી ૨૦૧૨, મા. વ. ૧૨, ૨૦૧૨
૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org