________________
છે તેની સાથે શ્રી વર્ધમાન વિદ્યા (સંક્ષિપ્ત તથા વિસ્તૃત) નિત્ય પાઠમાં છે ચાલુ હોય તે પણ મોકલવા અવસર જોશો.
શારીરિક અવસ્થતા વચ્ચે પણ સ્થિર ચિત્તે સઘળું કાર્ય કરી રહ્યા છો અને બધી જવાબદારીઓ વહન કરી રહ્યો છો. તે જોઈ જાણી અંતરંગ અનુમોદના થાય છે અને તો બધો સદ્ગુરૂ ભક્તિનો જ રૂડો પ્રભાવ સંભવે છે. એમ નિર્ણય થાય છે. જ્ઞાન, ધ્યાન અને તપ-સંયમનું સાક્ષાત્ ચિત્ત પ્રસન્નતા રૂપી ફળ આ જન્મમાં જ અનુભવી શકાય છે. તેની પ્રતીતિ પણ તેથી જ થાય છે. આંશિક પણ સ્વરૂપાનુભૂતિ વિના આ બધું શક્ય નથી અને એ જ કારણે આરાધનાઓને પર્યત આગળ વધારવાનું સ્વાનુભૂત સૂચન યથાર્થ છે.
હમણાં પ્રાકૃત નમસ્કાર સ્વાધ્યાયાંતર્ગત: “ધ્યાન - વિચાર'' નામની કૃતિ ઉપર ચિંતન-મનન ચાલે છે. તે કૃતિ તમે જોઈ જ હશે. તેમાં ધ્યાનનું લક્ષણ અને તેના ૨૪ ભેદો વગેરેનું વર્ણન વાંચવા અભૂતપૂર્વ માર્ગદર્શન મળી રહ્યું હોય તેમ અનુભવાય છે. ત્યાં ધ્યાનનું લક્ષણ બાંધતા ચિંતન ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાય કહીને આપણી સમગ્ર આરાધનાને આવરી લીધી છે અને અહિં શ્રી કલાપૂર્ણસૂરિજી તે સમગ્ર કૃતિ ઉપર વિસ્તારપૂર્વક વિવેચન લખી રહ્યાં છે. તે પૂર્ણ થયા બાદ જોવા માટે એક નકલ આપના પર પણ મોકલી અપાશે.
સાધનામાં વિશેષ પ્રગતિ માટે જે કાંઈ સૂચન જ્યારે પણ કરવાલાયક લાગે ત્યારે નિ:સંકોચ જણાવશોજી.
સહવર્તિ મુનિવરોને યથાયોગ્ય વંદનાદિ જણાવશો. સંયમદેહની યથાયોગ્ય રક્ષા કરશોજી. એ જ (પા. ૨૪)
, શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org