________________
૪૮
સમાધિ
નવાગામ. અ. વ. ૯, સં. ૨૦૨૧
જ્ઞાનાદિ ગુણાગણ વિભૂષિત પૂ. પં. પ્ર. શ્રી કાંતિવિજયજી ગણિવર જોગ.
લી. સેવક ભદ્રંકરની કોટિશ વંદનાવલી આજે પાટણથી ચીમનભાઈના પત્ર દ્વારા જાણ્યું છે કે આપનું શરીર દિન-પ્રતિદિન નબળું થતું જાય છે અને પ્રવાહી પણ બરાબર પાચન થઈ શકતું નથી. તેની આપના ચિત્ત પર કોઈ અસર નથી અને આરાધનામય સમય પસાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયો છે.
વળી ત્યાં પૂજ્યપાદશ્રીની નિશ્રા હોવાથી ચિત્તની સમાધિ સુંદ૨ જળવાય રહે એ સ્વાભાવિક છે. છતાં પુદ્ગલ પુદ્ગલના ધર્મ બજાવે અને તેથી શારીરિક પીડા વિગેરેનો અનુભવ પણ થાય. તે વખતે પરિપૂર્ણ શાંતિ જળવાઈ રહે અને આત્મભાવમાં સારી રીતે સ્થિર કહી શકાય એ માટે એક ગાથા નીચે લખી છે તેં રટણ ખૂબ શાંતિ આપશે.
કર્મયોગે દેહનો સંબંધ છૂટી જાય તો પણ આ ગાથાનું રટણ આત્માને ઉત્તરોત્તર પ્રગતિ કરાવી શાશ્વત સ્થાન સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે.
તીવ્રમાં તીવ્ર વેદના વખતે પણ આ ગાથા પરમશાંતિ અને સમાધિ આપનારી થાય છે એવો વર્તમાનકાળે પણ અનેક અનેક આરાધક આત્માઓનો અનુભવ છે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org