________________
ગુણદર્શન થાય. મૃત્યુના વિચારથી વૈરાગ્ય મિથ્યા દૃષ્ટિને પણ સુલભ છે. મૈત્રી એ મોક્ષનો વિચાર માંગે છે અને તે પરોક્ષ હોવાથી જિનવચનમાં આસ્તિક્યની જરૂર છે. તે માટે વિનયગુણ અપેક્ષિત છે. વિનય માટે એક મરણનો નહિ પણ અનંતમરણનો વિચાર અપેક્ષિત છે.
ભવ ભય વગેરે ઉપાયોથી ભવ્યત્વ પરિપક્વ થાય અને તે જ મુક્તિગમન યોગ્યતા આવિર્ભાવ પામે. એ માટે પુનઃ પુનઃ દુષ્કૃત ગહ, સુકૃતાનુમોદનાદિ સાધનોનું સેવન અનેક ભવો સુધી સતત ચાલુ રહે ત્યારે જ વૈરાગ્ય સુસ્થિર બને.
દુષ્કૃત ગહથી સહજાલનો હ્રાસ
સુકૃતાનુમોદનથી ભવ્યત્વ ભાવનો વિકાસ અને અરિહંતાદિના સતત શરણગમનાદિ વડે જીવરાશી પ્રત્યે સ્નેહ પરિણામોનો વિકાસ અનુભવાય.
સતત તે ત્રણે ઉપાયોની સાધનામાં નિમગ્ન બની જવું એજ આપણા હિતનો પરમ ઉપાય છે. (પા. ૬૦)
૪૭
લુણાવા, સં. ૨૦૩૨, ભા. વ. ૩ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી ધર્મધુરંધરસૂરિજી જોગ વંદનાદિ.
પૂર્ણિમાનું લખેલ પોસ્ટ કાર્ડ મળ્યું તથા બુક પોસ્ટથી મોકલેલ સંક્ષિપ્ત પૂજનવિધિને હસ્તલિખિત પત્રો પણ મળ્યાં. લખાણ જોઈને આનંદ થયો. સાથે સમગ્ર સૂરિમંત્ર (પાંચે પ્રસ્થસહિત)ની જરૂર હતી તે દેખાયો નહિ. તો તે સારા અક્ષરે લખાવી મોકલવા વિનંતી છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org