________________
આ શ્રી વજસેનનો પત્ર તથા ટાઈમટેબલ જોયું છે. તેની પ્રગતિ તે માટે મને કોઈ જાતનો સંદેહ નથી.
સાધુ ધર્મના વિકાસ માટે આ કાળમાં જરૂરી જે સગુણો જોઈએ, તે તેનામાં દેખાય છે. કેવળ બાહ્ય ચતુરાઈથી સાધુતામાં વિકાસ થતો નથી. આજના જીવોને તે ચાતુર્ય સુલભ છે અને લૌકિકમાં તેની કદર અને કિંમત તરત થઈ શકે છે. આત્મપક્ષે તેથી કોઈ જ લાભ નથી.
લાયોપથમિક ભાવ મોહનો થયો છે કે નહિ તેની કસોટી આજ્ઞા પારતંત્રમાં છે, જે આજે ઘણી દુર્લભ છે. એકાદ સાધુ સાંગોપાંગ શુદ્ધ સાધુત્વને દીપાવે તેવો ઉત્પન્ન થવાની અને તૈયાર થવાની જરૂર છે.
એ રીતે શ્રી વજસેનનો ઉછેર થાય અને સ્વચ્છ દર્પણની જેમ પૂર્વાચાર્યો અને પૂર્વ મુનિઓના સઘળા ગુણો તેનામાં સંક્રાન્ત થઈ જાય, એ જોવા માટે પૂર્ણ મનોરથ છે, એવી વિશાળ દ્રષ્ટિથી તેની કેળવણી થવાની જરૂર છે.
બાહ્ય અભ્યત્તર ઉભય શુદ્ધિ કોઈ વિરલ આત્માના ભાગ્યમાં જ હોય છે. (પા.૬૮)
૨૨
મોટા માંઢા સં. ૨૦૧૯ શ્રી વજસેનવિજયજી જોગ અનુવંદનાદિ ઉવસગહર લખવાનું પુરૂં થઈ જશે તે જાણ્યું - રોજ ૨૭વાર
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org