________________
કાંતિભાઈ અને શાંતિભાઈએ પત્ર દ્વારા શંકા-પ્રશ્ન પૂછયા હતા. છે તેનું સમાધાન પત્ર રૂપે થયું છે તેનો પણ સમાવેશ કર્યો છે.
પૂ. સંપાદકશ્રીએ પત્રોને વિષય-શીર્ષક આપીને વ્યવસ્થિત કરી પ્રગટ કરવાનો પ્રશસ્થ પુરૂષાર્થ કર્યો છે. શીર્ષકની પસંદગીમાં સંપાદકની કલાત્મકતા જોવા મળે છે. સામાન્ય વ્યવહારમાં પત્રો શાંતિ આપે તો અધ્યાત્મ માર્ગના રસિકવર્ગને તો વ્યવહારની શાંતિ કરતાં આત્મિક શાંતિ મળે તેમાં કોઈ નવાઈ ન થાય. એટલે ખરેખર પત્રોના વિચારો શાંતિદાયક છે તેમાં કોઈ શંકા નથી.
પૂ. શ્રીએ નિખાલસતા, જ્ઞાનક્રિયાની મહત્તા, વીતરાગસુખ, આશાવાદ, કષાયની ભયંકરતા, મૂળની મહત્તા, નિસ્પૃહત્તા, અદ્વેષ, ધર્મક્રિયા, શ્રાવકગુણ, પાંચકારણ આચાર સદ્ભાવ, ભવિતવ્યતા, યોગશાસ્ત્ર, નિર્વાણું પચ્ચકખાણ, આસક્તિને તોડવા શું કરવું વગેરે વિષયોને લગતા ૬૭ પત્રોનો સંચય થયો છે.
કેટલાક પત્રો શંકા-સમાદાન-માર્ગદર્શન-ઉપાય જેવા શીર્ષકથી લખાયા છે. તેનાથી તાત્ત્વિક વિષયોમાં રહેલી શંકાનું સમાધાન થતાં સત્ય સમજીને ગ્રહણ કરવામાં સરળતા થાય છે. પત્રોમાંથી પૂર્વાચાર્યોનો સંદર્ભ મળે છે અને તેનાથી અધ્યાત્મવાદ અને આત્મસાધનાના વિચારોનું સમર્થન થયું છે. પત્રલેખનની શૈલી અને વચનામૃતનો પરિચય કરાવતાં કેટલાક પત્રો ઉદાહરણરૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org