________________
૪૧
નિખાલસતા
પાટણ વદી ૮ ધર્મલાભપૂર્વક પત્ર મળ્યો છે. લેખકનું નામ લેખમાળા પૂરી થયા પછી છેવટે આપવું હોય તો આપી શકાશે.
લેખ એક સાધકે મોકલ્યો છે તેને જોઈ તપાસી મોકલવા છતાં કાંઈ સુધારવા જેવું લાગે તો સુધારો કરવા માટે તમને છૂટ છે. મેં પોતે લખ્યો નથી એટલે મારું નામ આપવું તે યોગ્ય નથી.
હમણાં વગર નામ આપી લેખમાળાને અંતે લેખકનું પુરું નામ અગર ઉપનામ આપી શકાશે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો... (પા. ૨૨)
૪૨ જ્ઞાનક્રિયાની મહત્તા
બેડા ૨૦૨૨ શ્રા. સુ. ૮ સુશ્રાવક શાંતિભાઈ જોગ ધર્મલાભ.
તમારો તથા તમારા વડિલ બંધુનો એમ બંને પત્રો મલ્યા છે. કાંતિભાઈનો પત્ર ટુંકો છે છતાં તેમાં તેઓ જે વાત પૂછાવવા માંગે છે તે અનુમાનથી સમજી લઈ તેનો વિગતથી ઉત્તર આપવ પ્રયાસ કર્યો છે. સંભવ છે કે હજુ પણ તેમણે તેથી પૂરતું સમાધાન ન થાય તો ફરીથી લખશો. શક્ય સમાધાન આપવા બનતું કરીશું તમે પણ જિજ્ઞાસા ભાવે આખો પત્ર જોઈ જશો તો તમને પણ વિચારવા યોગ્ય કેટલી સામગ્રી મળશે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org