________________
આ ત્રિફલા વિગેરે કેટલાંક સર્વ સામાન્યને લાગુ પડે તેવા હોય છે અને રસાયણ વગેરે વ્યક્તિ દીઠ જુદી જુદી અસર કરનારા હોય છે તેમ અહીં શ્રી દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના સર્વ માટે સમાન છે અને અવસ્થા ભેદ વિશેષ અનુષ્ઠાનોમાં ભેદ છે.
સાધુ ધર્મ, ગૃહસ્થધર્મ, જિનકલ્પ, સ્થાવર, કલ્પ આદિ ભેદોને કારણે બતાવ્યા છે. ઉપદેશમાં જેમ બાલ, બુધ, મધ્યમ પ્રત્યે દેશનાનો ભેદ છે. તેમ આચારમાં પણ બાલ, વૃદ્ધ, ગ્લાન, પુષ્ટાદિ શારીરિક યોગ્યતા અને ગીતાર્થ અગીતાર્યાદિ માનસિક યોગ્યતાના ભેદે સમજવા જોઈએ. કાંતિભાઈ વિ. ને ધર્મલાભ. (પા. ૭૦)
૪પ સ્વાધ્યાય પરમયોગ
મુંડારા જૈન ઉપાશ્રય પં. ભદ્રંકરવિજયજી ગણિ આદિ ઠાણા છ તરફથી સુશ્રાવક ભીમરાજજીભાઈ જોગ ધર્મલાભ. પૂર્વક જણાવવાનું કે અત્રે દેવગુરૂ કૃપાથી સુખશાતા છે. તમારો સંવત્સરી ક્ષમાપના પત્ર મળ્યો. અમોએ પણ તે પ્રમાણે દ્વિતીય ભાદરવા સુદી ૪ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે સર્વ જીવરાશિને ખમાવતા તમોને પણ ખમાવ્યા છે.
વિશેષમાં અહીં પર્વાધિરાજની આરાધના નિર્વિઘ્નપણે ઘણા ઉલ્લાસથી થઈ છે.
તપશ્ચર્યા, કલ્પસૂત્ર, ચૈત્યપરિપાટી, રથયાત્રા, સાધર્મિક વાત્સલ્ય દેવદ્રવ્યાદિની વૃદ્ધિ આંગી પૂજા પ્રભાવના વગેરે કાર્યો સમયાનુસાર સુંદર રીતે થાય છે. ત્યાં થયેલા ધર્મકાર્યની અનુમોદના કરીએ છીએ.
નની પેટી, વલસાડ (૧૬)
- શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org