________________
કાંતિભાઈ સૂક્ષ્મ પ્રજ્ઞા ધરાવે છે અને તમે પણ પંડિત છો , અને જિજ્ઞાસા બુદ્ધિ ધરાવો છો. તેથી આટલું સાહસ કર્યું છે. જ્ઞાનક્રિયામ્યાંમોક્ષ: કહ્યું છે તેનો અર્થ બંને મળીને મોક્ષ થાય છે એમ કહેવું છે. બંને સાધનો જુદા જુદા હોય તો પણ તેમાં આંશિક મોક્ષ સાધના માનેલી છે અને તેથી જ બંને મળવાથી પૂર્ણ મોક્ષ થાય છે.
રેતીના છૂટા કણીયાઓમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તેલની ઉત્પત્તિ નથી તેવું આમાં નથી. પોતપોતાના સ્થાને ઉભયની પ્રધાનતા છે તેથી રથના બે ચક્રની જેમ બંને ઉપર સમાન ભાવ કેળવવો આવશ્યક છે જ.
તા.ક. : મોકલેલ પત્રનું પરિશીલન થઈ ગયા પછી ફાડી ન નાંખતા પાછો મોકલશો. (પા. ૩૨)
સામાયિક ભાવ
શિવગંજ ૨૦૨૫ શ્રા. સુ. ૫ દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શાંતિલાલ મણીલાલ પરિવાર જોગ ધર્મલાભ.
તમારો પત્ર તથા સાથે કાંતિભાઈનો પત્ર બંને આજરોજ મળ્યા છે. વાંચી આનંદ થયો છે. પ્રથમ પત્રનો ઉત્તર હજુ લખાયો નથી. ત્યાં તેમનો બીજો પત્ર આજે આવ્યો તે વાંચીને સંતોષ થયો છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્રનો જે શ્લોક ટાંક્યો છે તે સમત્વભાવના અભ્યાસની પ્રેરણા સાક્ષાત્ આપે છે.
પ્રભુએ જે ધર્મ બતાવ્યો છે તેનો આધાર અને પાયો સામાયિક જ ભાવ જ છે. સામાયિકની પ્રતિજ્ઞાથી જ તીર્થકર ભગવંતો પોતાની
પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પ્રતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org