________________
યાત્રામાં આનંદ સારો આવ્યો. મંદિરો અઢળક દ્રવ્ય ખર્ચીને : છેલ્લા સો વર્ષ પહેલાં જ બંધાવેલા શત્રુંજયની ટુંકોનું અલ્પાંશે ભાન કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ દ્રવ્યનો વ્યય ભક્તિ અને અનુકંપા આદિ સત્યક્ષેત્રોમાં વ્યય થાય છે. આજની લક્ષ્મી મોટેભાગે પાપ મા ખર્ચાય છે. ત્યારે સો વર્ષ પહેલાની લક્ષ્મી પુણ્યમાર્ગે વપરાતી હતી. સ્થળે સ્થળે કુતરાના રોટલા, કબૂતરની ચરણ, ગરીબોને દાન, ખોડાં ઢોરની પાંજરાપોળ, જિનમંદિર ઉપાશ્રય વગેરે ધર્મના હેતુઓ બંધાવી ગયા છે. આજે તેને કરવાની નહિ પણ સાંભળવાની શક્તિ પણ રહી નથી. એટલું પતન થયું છે કે સુધારકવાદ, વિજ્ઞાનવાદ, જડવાદ વગેરે અનિષ્ટોએ ધર્મ ભાવનાને નષ્ટ કરી નાંખી છે. ફરી તેને જાગ્રત કરવા માટે અથાગ પુરૂષાર્થ કરવો જોઈએ.
૩૧
ગુણાનુરાગ ડીસા વિ. સં. ૨૦૧૪ ભા. સુદ ૧૪ વિનયાદિ ગુણોપેત શ્રી કુંદકુંદવિજયજી જોગ. અનુવંદનાદિ.
અમદાવાદથી ૧૦ ધર્મબીજ તથા ૧૦ પરમેષ્ઠી નમસ્કાર મળ્યા હશે હવે વધુ છે તેથી ખાસ અર્થીજીવોને જ આપશો.
ગુણાનુરાગનો ખુલાસો લખ્યો છે તેમાં એટલું ઉમેરવું કે ગુણનો રાગ - દોષ દ્વેષથી સહકૃત છે.
દોષની જુગુપ્સાના પ્રમાણમાં ગુણનો રાગ વિકસે છે તેથી પ. ગુણાનુરાગના અર્થીને દોષની ગર્તાને કેળવવી તે આવશ્યક છે,
ક શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ 5
૧૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org