________________
છે અને ફળદાયી બનાવવામાં શુભ નિમિત્તરૂપ નીવડી છે.
સંપાદકશ્રીએ પત્રો વિશે લખ્યું છે તે શબ્દોમાં જ જોઈએ તો
પૂજ્યશ્રીએ મૌન દ્વારા સમજાવ્યું છે. પ્રવચનોમાં પાઠવ્યું છે - પ્રસંગોમાં વહેતું કર્યું છે. કૃતિઓમાં કંડાર્યું છે.
પત્રો દ્વારા પહોંચાડ્યું છે – એ અનુભૂતિના અમૃતને સાધક આત્માના હૃદયમાં સાધના-આરાધનાનું બીજ વાવવામાં તથા અંકુરિત – પલ્લવિત - પુષ્પિત કરવામાં પૂજ્યશ્રીના પત્રો ઉપયોગી બન્યા છે. તેના નમૂનારૂપે પત્રો નીચે પ્રમાણે છે.
૩૨ તપ પ્રોત્સાહન
અહમદનગર વિ. ૧૯૯૮ વદી ૩ વિનયાદિ ગુણોપેત મુનિ શ્રી પ્રદ્યોતનવિજયજી તથા કુંદકુંદવિજયજી યોગ્ય અનુવંદનાદિ.
પત્ર મળ્યો. પારણું સુખપૂર્વક થયાના સમાચાર જાણી આનંદ. અધિક તપ કરવાની ભાવના જાણીને પણ આનંદ.
ચિત્તની પ્રસન્નત્તા વધતી હોય તો અધિક તપ કરવામાં કોઈ જાતની હરકત નથી. તપ અને જિનભક્તિ એ બે જ જડીબુટ્ટીઓ સંયમીઓ માટે અત્યંત ફાયદાકારક છે. જ્ઞાન તો બીજાનું પણ મેળવીને ચલાવી શકીએ છીએ પણ તપ સંયમ અને ભક્તિ આત્માની સ્વતંત્ર ચીજો છે. એ ત્રણેમાં તમે બધા ખૂબ જ આગળ વધો અને આર્દશરૂપ બનો એ જ એક અભિલાષા.
-
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
3
૧૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org