________________
અને ઉપાસના વચ્ચે મશરૂવાળાના લખાણમાં જે ભેદ રેખા બતાવી છે તે સાપેક્ષપણે ઘટાવાય તો બરોબર છે. પરંતુ બંને વચ્ચે સર્વથા ભેદ બતાવવાનો પ્રયાસ જૈન દર્શનને સંમત નહિ થાય. કથંચિ ભેદ અને કથંચિ અભેદ પણ ઘટી શકે. ભક્તિ – ઉપાસના અંગે વિનોબાજીના વિચારો મશરૂવાળાની અપેક્ષાએ જૈન દર્શનની ઘણી નજીક આવીને ઊભા રહે છે. તેમનું ગીતા પ્રવચન અને સામ્યશતક આ દૃષ્ટિએ જોવા યોગ્ય છે. મશરૂવાળાના વિચારો વિવેચનમાં લેવા હોય તો ટિપ્પણમાં તેમના નામ સાથે લેવા જેથી ગૂંચવાડો ઉભો ન થાય.
ભક્તિ – ઉપાસના જૈન દૃષ્ટિએ બંને સમ્યક્દર્શન ગુણના અંગો ગણી શકાય.
આરાધ્યત્વેન જ્ઞાન ભક્તિઃ એ વ્યાખ્યા મુજબ ભક્તિ એ જ્ઞાનનું ફળ છે અને ઉપાસના ભક્તિનું ફળ છે. ભક્તિમાં જ્ઞાનની પ્રધાનતા અને ઉપાસનામાં ક્રિયાની પ્રધાનતા કહી શકાય. એ ક્રિયા તે લેવી કે જે ભક્તિભાવ પોષક હોય. (પા.૪૨)
૩૯ સમત્વ
મહેસાણા. વિ. સં. ૨૦૧૮ વે. વ. ૪ વિનયાદિ ગુણયુત મુનિવર શ્રી અમરેન્દ્રવિજયજી જોગ. અનુવંદનાદિ.
વ. રના તમારા પત્રની પહોંચ ગઈકાલે જણાવી છે. અમે , આજે સાંજે વિહાર કરી, આવતી કાલે સવારે વીસનગર પહોંચવા જ ધારીએ છીએ.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org