________________
આ પત્રો વિશે સંપાદકશ્રી જણાવે છે કે :
“મનને કેન્દ્રિત કરવા માટે શુભ ભાવનાઓ જરૂરી છે. શુભ અધ્યવસાય માટે આત્મા તરફ દષ્ટિ કરવી જરૂરી છે અને આત્માને સ્થિર કરવા અધ્યાત્મની આવશ્યકતા છે. પૂ. ગુરૂદેવટીએ પોતાના પત્રોમાં અવારનવાર આત્માના ચિંતનના વિચારો પ્રગટ કરીને સ્વાનુભવ સિદ્ધ વાણીનું પાથેય પૂરું પાડ્યું છે. આ પત્રો ચિંતનાત્મક અને રહસ્યપૂર્ણ છે કે જેના દ્વારા આત્માની સમૃદ્ધિનો માર્ગ મોકળો બને છે. આધ્યાત્મિક પત્રમાળાના બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં સુપ્રસિદ્ધ પંડિત શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીને ઉદ્દેશીને લખાયા છે. બીજા વિભાગના પત્રો પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયને સંબોધીને લખાયા છે તેનો સંચય કરવામાં આવ્યો છે.”
પંડિતશ્રીને લખેલા પત્રોમાં નમસ્કાર મહામંત્ર, લોગસ્સ, સકલાડહતું, કાયોત્સર્ગ, ભક્તિમાર્ગ, યોગસાધના, ધ્યાન, પ્રતિક્રમણ, મોક્ષ, દેવગુરૂની કૃપાની આવશ્યકતા જેવા આરાધકોને માર્ગદર્શક વિષયોનો સમાવેશ થયો છે. પૂ. અમરેન્દ્ર વિજયજીના પત્રો સમાય, ઉપધાન, માર્ગાનુસારીપણું, નવકારમંત્ર, તત્ત્વાર્થ, ધ્યાન, મૈત્રીભાવના જેવા વિષયો ઉપરાંત પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શંકા-સમાધાન, માર્ગદર્શન શીર્ષકથી પત્રો લખાયેલા હતા તેનો સંગ્રહ થયો છે. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજીના પત્રોની સૃષ્ટિમાં પત્ર યાત્રા કરતાં એક વિચાર સહજ હુરે છે કે જો પત્રો દ્વારા આત્માને પ્રોત્સાહન મળતું હોય તો જેઓએ શિષ્ય તરીકે અને ભક્ત તરીકે પૂ. ગુરૂદેવશ્રીનો સહવાસ કર્યો હોય તેઓનું જીવન તો સાચે જ ધન્ય બન્યું છે. રત્નત્રયીના આરાધક મહાત્માઓની આરાધના દેવ, ગુરૂ અને ધર્મની કૃપા ભવોભવની પ્રસાદી રૂપે સ્વીકાર્ય
1 શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org