________________
૩૫
સમ્યગદર્શન
અહમદનગર વિ. સં. ૧૯૯૯ વદી ૧-૨ સુવિનીત પ્રદ્યોતન?
બંને પત્રો મળ્યા છે. મૂઢ મૂર્ખ આદિ વિશેષણો તમારા માટે યોગ્ય નથી. સમ્યગદૃષ્ટિ આત્મા અલ્પશાસ્ત્ર જાણનારા હોય તો પણ શાસ્ત્ર તેને જ્ઞાની માનેલ છે.
“સમકત વિણ નવપૂરવી અજ્ઞાની કહેવાય, સમકતી અડપવયણ ઘણી, પણ જ્ઞાની કહેવાય”
અષ્ટ પ્રવચન માતાના જાણ અને તેના ઉપયોગમાં રક્ત અલ્પજ્ઞાની પણ જ્ઞાની છે. કારણ કે જ્ઞાનનું ફળ તે ભોગવી રહ્યો છે. એના પ્રત્યે નિરપેક્ષ વૃત્તિવાલા બહુશ્રુત પણ અજ્ઞાની, જ્ઞાનનું ફળ નહિ પામનારા જણાવ્યા છે.
ગુરૂઆશાએ રહી આજીવન અષ્ટ પ્રવચન માતાની આરાધનામાં સમર્પિત કરી દેનારાથી અધિક જ્ઞાની બીજા કયા છે?
અત્રે શ્રી ચરણવિજયજી આદિ બધા સુખશાતામાં છે. સિદ્ધગિરિજીના સમાચાર વાંચી ખૂબ ખૂબ અનુમોદના થાય છે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો. (પા. ૧૩)
ગુણ-અનુરાગ
મુનિશ્રી પ્રદ્યોતનવિજયજી ,
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ,
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org