________________
દોષીની નહીં.
ગુણ ગુણી ઉભય પ્રત્યેનો રાગ એ પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. દ્વેષ દોષ ઉપર હોય ત્યાં સુધી પ્રશસ્ત છે.
દોષવાન ઉપર કરૂણા પણ નહિ તો જ દોષ પ્રત્યે સાચી જુગુપ્સા ગણાય.
વજ્રસેનનું સ્વાસ્થ્ય કેમ રહે છે તે લખશો. તેની બુદ્ધિના વિકાસમાં જાપ પણ એક કારણ છે. તેથી તેમાં આંતરૂ પાડ્યા વિના નિત્ય જાપ કરો.
૧૨ નવકાર કમળબંધ શ્વેત અક્ષરની આકૃતિના ધ્યાનપૂર્વક ગણવાનું ચાલું રાખે એ જ. (પા. ૬૨)
આશીર્વાદની અમીવૃષ્ટિ
પ. પૂ. પ્રદ્યાતનસૂરિ મ.સા. દીર્ઘકાળ પર્યંત પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગુરૂવર્યની નિશ્રામાં રહ્યા અને ચાતુર્માસમાં અન્ય ક્ષેત્રમાં રહેતા હતા ત્યારે પૂ. ગુરૂદેવે એમના ૫૨ હિતશિક્ષા માર્ગદર્શન અને આશીર્વચનરૂપે પત્રો લખ્યા હતા તેને ‘‘આશીર્વાદની અમીવૃષ્ટિ’' નામથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોના વિચારો સંયમજીવનની વિશુદ્ધિ અને રત્નત્રયીની સાધનામાં અનન્ય પ્રેરણાની સાથે ગુરૂકૃપાની સોનેરી બક્ષિસની અનુભૂતિ કરાવે છે. પરિણતિ, પ્રોત્સાહન, આજ્ઞાપાલન, સમ્યક્ દર્શન, હિતચિંતા, સાધુ દિનચર્યા, સત્વ, તપ, સ્થિરીકરણ, ઉન્મની ભાવ, આધ્યાત્મિક માર્ગ, વિવેક વગેરે વિષયોને લગતાં પત્રોનો સંચય થયો છે.
આ પત્રો મુનિ પ્રદ્યોતન વિજયજીને સંબોધીને લખાયા છે. ગુરૂદેવશ્રીની કૃપા અને પત્ર વાણી શિષ્યની સંયમ યાત્રા યશસ્વી
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org