________________
- લગભગ મોટાભાગના પત્રો પત્રની મર્યાદાને અનુરૂપ લખાયેલા છે. કેટલાક પત્રો વિસ્તારવાળા છે. આંતરશુદ્ધિ હિતચિંતા, તત્ત્વજ્ઞાન, ગુણાનુરાગ વગેરે પત્રો લઘુલેખની કક્ષાના આસ્વાદ્ય છે.
ગુરૂદેવના શબ્દોમાં જ લખાયેલા નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. તે ઉપરથી ગુરૂનું જ્ઞાન, શિષ્યના આત્મવિકાસની ભાવનાની સાથે સંયમ યાત્રાના અનુભવને આધારે જે હિતકારક વચનો લખ્યાં છે તેનો પરિચય થાય છે.
૨૭ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ
દેલવાડા, ચૈત્ર સુ. ૧૩ વિ. સં. ૨૦૦૧૭ વિનયાદિ ગુણયુત મુનિશ્રી કુંદકુંદવિજયજી જોગ. અનુવંદનાદિ
ભાવનાશીલ આત્માઓને વિરૂદ્ધ વાતાવરણમાં વસવાથી જે કષ્ટો વેઠવા પડે છે તે તેમના વિકાસમાં ઉત્તેજક બને છે. અને એ રીતે જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતી હશે. એવો અનુભવ સર્વેને કરવો પડે છે. મરૂદેવી માતાનો શીધ્રવિકાસ કેળ અને કંથેના સંબંધથી થયેલો સંભળાય છે. એ પરથી અનુમાન કરવું પડે છે કે સર્વત્ર સ્નેહ અને કરૂણાવૃત્તિનો વિકાસ દૃઢ ભૂમિ કરવા માટે તેની અનિવાર્ય આવશ્યકતા હોવી જોઈએ. હજુ કપરા સંયોગોમાંથી પસાર થવાનું બાકી છે. એમ માનીને પ્રભુ સાથેનો સંબંધ ગાઢ બનાવી દેશો.
કોરા ક્રિયાવાદના અનિષ્ટો સામે અને કોરા ભાવનાવાદના અનિષ્ટો સામે મુમુક્ષોઓને સદા યુદ્ધ કરવાનું છે જ. આ વિષય તમારા ખ્યાલમાં સ્પષ્ટ આવતો જાય છે તે જાણીને આનંદ થયો છે. તેથી હવે પ્રતિદિન પ્રગતિ જ થવાની છે. (પા. ૭૭)
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org