________________
પત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ પત્રો કુંદકુંદસૂરિજીએ સુરક્ષિત રાખ્યા હતા. તેને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રો ગુરૂ સ્મૃતિની અમૂલ્ય ભેટ સમાન સતત પ્રેરણા પીયૂષ પાન કરાવે છે. ગુરૂના પત્રોનો પ્રકાશ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા સમર્થ શક્તિવર્ધક સાધન છે. સહન કરે તે સાધુ સહાય કરે તે સાધુ, સાધના કરે તે સાધુ જ્યાં ગૂઢાર્થ વાક્યો ટૂંકા છતાં મનનીય છે. પોતાના શિષ્યના આત્મહિતને અનુલક્ષીને પ્રસંગોચિત્ત પત્રો લખ્યા છે તેમાં કેટલાક પત્રો શંકા-સમાધાનના સંદર્ભમાં લખાયા છે. સંસારી હોય કે ત્યાગી હોય કોઈને માટે હિત શિક્ષારૂપ વચનો ત્રિકાળમાં અનિવાર્યપણે ઉપકારી બને છે. તે વાત નિઃશંક સ્વીકારવી જોઈએ. આ પત્રોના વિચારો સાધનાના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન કરાવે તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ગુરૂના હૈયામાંથી નીકળેલા શબ્દો પત્રરૂપે પ્રગટ થઈને સાક્ષાત્ ગુરૂમુખથી વાણીનું શ્રવણ થતું હોય એવો અપૂર્વ આલ્હાદ થાય છે. આ પત્રો માત્ર હિત શિક્ષા કે ઉપદેશની ગરજ સારતા નથી પણ ગુરૂના ગહનજ્ઞાન અને અનુભવની સાથે શિષ્ય પ્રત્યેની શુભ ભાવના સાકાર થયેલી દષ્ટિ ગોચર થાય છે. અધ્યાત્મ સાધનાના માર્ગમાં અભિવન ચૈતન્યનું સિંચન કરવામાં પત્રોની કામગીરીનું શબ્દોમાં મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આ પુસ્તકમાં જાગૃતિ, આજ્ઞારૂચિ, પ્રેરણા, સમ્યક્દર્શન, શુદ્ધિ, જ્ઞાનપ્રેરણા, આંતરભાવના, વેશ્યા, ધ્યાનપ્રેરણા, તત્ત્વજ્ઞાન, તત્ત્વોપદેશ, દર્શનશુદ્ધિ, અનુપ્રેક્ષા, સામાયિક, ગુણાનુરાગ, નમસ્કાર મંત્ર, પ્રભાવના, સ્વાધ્યાય સાર, મૈત્રી, ઉપકાર, નવપદસિદ્ધિ, શંકાસમાધાન, જાપ, વ્યાખ્યાન વગેરે વિષયના પત્રોનો સંચય થયો છે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
h, વલસાડ =
૧૪ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org