________________
અનુવંદનાદિ. પત્ર મળ્યો હતો, બીના જાણી.
વજસેનવિજયના સંયમી જીવન અંગે પૂર્ણ સાવચેતી રાખવાની ખાસ આવશ્યકતા. નિષ્કલંક જીવન એ જ આપણી સંયમી અવસ્થાનો અનન્ય પ્રાણ છે. બાલજીવનમાં ધાર્યા સુંદર સંસ્કાર પાડી શકાશે. તે સંસ્કારોથી થયેલ આત્માનું ઘડતર ભાવિને અવશ્ય ઉજમાળ બનાવશે. માટે યોગ્ય સંસ્કાર અને ઘડતર બદલ ખૂબ જ કાળજી રાખશો.
બાલવય એ અધ્યયનની અતિશય યોગ્ય અવસ્થા ગણાય. વજસેન વિ. પણ તે અવસ્થામાં હોવાથી, તેનું અધ્યયન વ્યવસ્થિત અને સતત ચાલુ રહેવું જરૂરી છે. સંઘ તથા સમાજ તેવા શક્તિસંપન્ન બાળકો પાસેથી ભાવિમાં ઘણી-ઘણી આશા રાકે છે. તેને લક્ષમાં રાખી અને મળેલા જ્ઞાનથી ચારિત્રને દિન પ્રતિદિન ઉજ્જવળ બનાવવાના ધ્યેયને પણ ધ્યાનમાં રખાવી સ્વાધ્યાયના માર્ગે તેને ખૂબ – ખૂબ જોડવો. હાલમાં તે શું અભ્યાસ કરે છે? આરાધનામાં ઉજમાળ બનવું.
મારો જન્મદિવસ મને ચોક્કસ ખ્યાલ નથી એક સારા જોષી પાસે જોવડાવેલું ત્યારે તેણે કહેલું કે સં. ૧૯૪૦ના ફા. સુ. ૧૪ના રોજ જન્મે છે. (પા. ૩૦)
એ જ પદ્મ વિ. ની અનુવંદના. ૨૦.
મુરબાડા
સં. ૨૦૧૨ પૂજ્યપાદ પરમારાધ્યાપાદ આચાર્ય ભગવંત તરફથી
, વલસાડ રોડ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org