________________
- ઘડતરને વિકાસમાં માર્ગદર્શનરૂપ બને છે.
ચોથો વિભાગ : પૂજ્યપાદ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પૂ. વજસેનવિજયજી પર અંગ્રેજી ભાષામાં લખેલા પત્રોનો સમાવેશ થાય છે. આ પત્રો અંગ્રેજીમાં હોવાથી તે ભાષા નહિં જાણનાર વર્ગને પત્રો વાંચવાની સરળતા થાય તે માટે ગુજરાતીમાં અનુવાદ સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. પત્રોના મોટાભાગના વિચારો ચિંતન-મનન કરવા લાયક છે. માત્ર વાંચવાથી લાભ નથી પણ ચિંતનની ચિનગારી જીવનમાં આમૂલ પરિવર્તનનું બીજ બનીને આત્મવિકાસના માર્ગે જવામાં શુભ નિમિત્ત બને છે.
જિનશાસનના શણગાર સમા અણગાર ત્રિપુટીના પત્રોની પ્રસાદી અર્વાચીન જૈન સાહિત્યનું નવલું નજરાણું છે. નવી પેઢીના વારસદારોને પ્રોઢોને પણ માર્ગાનુસારીપણા માટે પ્રેરક પાથેય પુરૂ પાડે છે. મુક્તિનો રાજમાર્ગ એ સંયમ પંથે પ્રયાણ છે. જેઓએ સંયમ યાત્રા કરીને શ્રુતજ્ઞાનોપાસના - તપ અને આરાધના કરી હતી એવા પૂ. આચાર્ય ભગવંતોની પત્રવાણી સાચે જ સોનેરી પ્રકાશ કરવાની અપૂર્વ શક્તિ ધરાવે છે. પોતાના જીવનમાં જે દિવ્ય પ્રકાશ થયો હતો તેવો સૌ કોઈના આત્મામાં પ્રકાશ થાય એવી ઉદાર ભાવનાને વાત્સલ્યભાવથી આ પત્રો લખાયા છે. જેને પત્ર સાહિત્યની વિરાટ સૃષ્ટિમાં આ પત્રોનું મૂલ્ય ઊંચી કક્ષાનું છે. સાધક આત્માને તેમાંથી આત્મસાધનાની અનન્ય પ્રેરણા મળે તેમાં કોઈ આશ્ચર્ય નથી. કેટલાક પત્રો દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
વણી જી. નાસીક ૨૦૧૧ . સુ. ૪-૫ , અમદમાદિ ગુણગણાલંકૃત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્
૧૮.
- શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ
૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org