________________
એલ છે.
અનુષ્ઠાનો કરતાં નમસ્કાર સ્મરણરૂપી અનુષ્ઠાન જે અંશમાં જુદું છે પડે છે તે જણાવ્યું છે. નવકારસુતાં, બેસતાં, ઉઠતાં સર્વકાળે વિહિત ૫ છે. અંતિમ શ્વાસ પણ તેની સાથે જવો જોઈએ. એ અપેક્ષાએ તે સર્વકાળ માટે વ્યાપકપણે વિહિત થયેલ છે. સંકલેશ વખતે વારંવાર અસંકલેશ વખતે પણ ત્રિકાળ તથા સુખ દુઃખ જન્મ મરણાદિ સર્વ અવસ્થાઓમાં ઉપકારક વર્ણવ્યો છે. તેમાં ઉત્સર્ગ અપવાદનો નિયમ કેવી રીતે લાગુ પડે એમ પુછાવ્યું છે. એકંદરે આ લેખ નમસ્કારના સમર્થનમાં છે. વિચારપૂર્વક લખાયેલ છે.
શેષ અનુષ્ઠાન નમોપદના સાધનરૂપે છે. શેષ અનુષ્ઠાનોનો સંગ્રહ સામાયિક સૂત્ર દ્વારા કર્યો છે. ચિત્ત વૃત્તિ નિરોધ એ જ માત્ર યોગ નથી કિન્તુ ત્રણ યોગ ત્રણ કારણો વડે સર્વ સાવધ યોગોનો ત્યાગ એ શૈલીશીકરણનું સાધન છે. એકાંત નિશ્ચયવાદમાં ન સરકી જવાય તેની સાવચેતીરૂપે છે. આધુનિક આશ્રમ પદ્ધતિ અને અધ્યાત્મ પરિષદો ધર્મ સંસ્થાઓને મૂળથી ઉડાવી દેવામાં હાથારૂપ બની જાય તેમ છે. વગેરે વિચારો કર્યા છે. તેની સાથે સંમત થઈ શકાય છે. આત્મપ્રદેશોની ચંચળતાને સ્થિર કરવા તે ધર્માનુષ્ઠાનોનું ધ્યેય છે. કર્મબંધ ત્રણ યોગ ત્રણ કરણથી થાય છે. મંત્ર એકલા મનની સાથે સંબંધ ધરાવે છે. તે ઉત્કૃષ્ટ માર્ગ છે. તેના સાધનરૂપ શેષ અનુષ્ઠાનો અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે. વગેરે વાતો માર્ગાનુસારી છે અને ધ્યાન આપવા યોગ્ય છે. જેથી એકાંત આધ્યાત્મવાદનું અનિષ્ઠ ફેલાય નહિ. તમે ધ્યાનપૂર્વક એકાદ બે વાર વાંચીને પંડિતજી પર અનુકૂળ અભિપ્રાય લખવા યોગ્ય લાગે તો લખી જણાવશો. (પા. ૭૩)
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૩૬)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org