________________
સહજ છે. પૂર્વ જન્મની આરાધનાનું ફળ છે.
મોટામાંઢા એકાંતના કારણે કાર્ય ઘણું થતું હતું. અહીં શહેરના કારણે તે બનતું નથી પણ બીજા લાભ થાય છે. સાધુપણાંમાં જે વખતે જે સંયોગો મળે તેનો લાભ લેતાં શીખવું જોઈએ. સાધુ જીવન જ એવું છે. પ્રત્યેક ક્ષેત્રે સ્થિતિ બદલાયા જ કરે. તમારે બધા ચોમાસામાં આ વખતે વધુ શાંતિ અનુભવાણી તે આજ સુધી થયેલી આરાધનાનું ફળ સમજવું. હવે જીવન કાંઠે આવીને ઉભું છે. તેથી હવે પછીના પ્રત્યેક ચોમાસામાં ઉત્તરોત્તર વધુ આરાધનામય અને શાંતિમય ૫સા૨ થવા જોઈએ. મન ઉપર એટલો કાબૂ આટલા વર્ષની સંયમની સાધનાના ફળરૂપે સહેલાઈથી આવી શકે.
दुःख प्राय्य न कीनः स्यात् सुखं प्राप्य न विस्मत: । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत ||1||
એ કર્મ વિપાકાષ્ટકના આઠ શ્લોકનું પુનઃ પુનઃ પરિશીલન કરીને આત્મસાત્ બનાવી લેવા જોઈએ.
ત્યાં બધા મુનિઓને અત્રેથી બધાની વતી વંદનાદિ જણાવશો. નૂતનવર્ષ સર્વને સુખદાયી નીવડો. રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ થાઓ એ જ કામના.
૧૭. નમસ્કાર હાર્દ
થાણા, ચૈત્ર વદ ૬
અનુવંદનાદિ
પંડિત પ્રભુદાસ બેચરભાઈનો લેખ બે વાર જોઈને મોકલ્યો છે. તેની પહોંચ સામાન્યરૂપે અહીંથી લખી દીધી છે. તેમાં બીજા
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org