________________
(૨૩. જીજ્ઞાસુ મુમુક્ષુ પ્રિય મહાશય હૃદયનિષ્ટ તથા પ્રેમી બધુ યોગ્ય યથાયોગ્ય પ્રેમદર્શન. વિ. કોઈની સાથે મંગાવેલાં પુસ્તકો યોગ મળે મોકલાવીશ વા અત્ર આવવાનો છો તો અત્ર સમર્પણ કરીશ. આપનું સ્મરણ યોગ્ય વર્તનથી થયા કરે છે. આપની અપૂર્વ પ્રેમવૃત્તિ આત્મહિતાર્થની છે અને તે આત્મહિતાર્થમાં વૃદ્ધિ કરશો. વીરભગવાને જે આત્મધ્યાનનો માર્ગ લીધો છે તે આદરણીય છે. આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે ત્યારે વ્હાલા બંધુ! બાહ્યનો ભેદભાવ રહેતો નથી. સર્વત્ર સમાન ભાવના વર્તે છે. જૈનતત્ત્વમાં ફેરફાર નથી. આત્મામાં ફેરફાર નથી. દયાના વિચારો જેનામાં જેટલા છે તે તે અંશે તે દયાળું ગણાય છે. ત્યારે કોના તરફ ભેદભાવ રાખવો જોઈએ? અંતરમાં ઉતરીને જોતાં બાહ્ય ક્રિયાવેષમાં વાદવિવાદનું વિશેષ કારણ જ્ઞાનીઓને જણાતું નથી. નાતિ જાતિનાં ઘરનાં બંધન દૂર કરીને આપણે સર્વનું તથા પોતાનું ભલું કરવું જોઈએ. શ્રી આનંદઘનજી વગેરે આત્મજ્ઞાનીઓનાં પુસ્તકોથી આત્માનંદ પ્રાપ્ત કરવો જોઈએ. નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં સત્સમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશો. ઉત્તમદેહ અને બુદ્ધિનો લ્હાવો લ્યો. આપના બંધુને પણ પ્રેમવંદન આત્મભાવે સમજાવશો. જગતના ભલામાં શ્રી વીરનાં વાક્ય બહુ ઉપયોગી છે. વારંવાર તમારું સ્મરણ થાય છે. વિશેષતઃ આત્મ જાગૃતિ રાખશો.
મુ. પેથાપુર લે. બુદ્ધિસાગર ૨૪. શ્રી સાનન્દ તત્ર વેરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી આદિ યોગ્ય ધર્મલાભ.
-
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
( ૭૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org