________________
- અન્ય વિધિ-પ્રવૃત્તિઓની સાથે આવી કામગીરીનો સુભગ સમન્વય બહુ ઓછા પ્રતિભાસંપન્ન વ્યક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે તે દષ્ટિએ વિચારતાં આ પત્ર સૃષ્ટિ વર્તમાન અને ભવિષ્યની પેઢીને જેન સમાજના વિકાસ માટે મૂર્તિમંત ઉદાહરણ પૂરું પાડે છે. શિક્ષણ દ્વારા વિકાસની દિશામાં એમના પત્રો માર્ગદર્શનરૂપ બન્યા છે. ઈ. સ. ૧૯૩૪થી ૧૯૪૨ સુધીમાં લખાયેલા પત્રોનો ભા. ૪માં સંચય થયો છે. પત્રો નમૂનારૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
આ પત્રોમાં અન્ય પત્રલેખકોની સરખામણીમાં વિસ્તાર નથી. મુદ્દાસરનું લખાણ લખીને પત્રના બાહ્ય-આંતરદેહને વફાદાર રહ્યા છે એ પણ એમના પત્ર સાહિત્યની સિદ્ધિ છે. આધ્યાત્મિકતાનું પણ દર્શન થાય છતાં તેના દ્વારા તાત્વિક વિચારોનું નિરૂપણ થયેલું છે.
૧. દેશની ચિંતા
ખાખ ગામ, તા. ૨૮-૧૨-૩૧ વંદનાનુવંદના સુખશાતા. પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ર૬ તારીખે બાલાપુરથી વિહાર કર્યો. આજ અહીં આવ્યા છીએ. હવે વિહારમાં અમારું ચોક્કસ ઠેકાણું ન હોવાથી પત્ર સ્થગિત કરશો. હા, માર્ગમાં જ્યાં અવસર હશે ત્યાંથી તમને અમારો પત્ર મળતો રહેશે. કોઈ વાતે ફિકર ન કરશો.
સુશ્રાવક માસ્તર શ્રીયુત અમરસિંહજીનું આવવું તે અતીવ ખુશીના સમાર જાણ્યા. અમારી તરફથી ધર્મલાભની સાથે અભિનંદન દેશો.
અમારો સંદેશ તથા પત્ર મળ્યા હશે. શ્રી અમરસિંહજીનું ઉત્સવ જ સમયે આવવું એ પણ ઉત્સવમાં ઉત્સવવૃદ્ધિપૂર્વક ઉન્નતિસૂચક છે. - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. પ્રતિક
(૧૦૦)
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org