________________
પુરાવો જોઈએ જેની ખામી લેખકે રાખી જણાતી નથી. લેખક પોતે ચુસ્ત જૈન છે અને લાગણીપૂર્વક જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા જે હિમ્મત ઉઠાવી રહ્યા છે તેઓ જૈન ધર્મની વિરુદ્ધ લખે એ સંભવિત નથી, તેમ અમને અમારી સમજ પ્રમાણે જૈન ધર્મ વિરુદ્ધનું કોઈ લખાણ ભાસતું નથી, બલકે જૈન ધર્મને હલકો પાડવા જેમણે ઉદ્યમ કર્યો છે તેના સચોટ રદિયા આપ્યા જોવામાં આવે છે. જેથી અમો આપને સાગ્રહ જણાવીએ છીએ કે એમને તેમ જ આવા અન્ય લેખકોને પ્રોત્સાહિત કરવાથી આપે જૈન ધર્મની સાચી સેવા કરી છે એમ સિદ્ધ થાશે એવું અમારું પોતાનું માનવું છે. ઈતિ શુભમ્ દ. વિજયવલ્લભસૂરિ. ૧૪. સાધર્મીને સહાય
ખંભાત તા. ૨૬-૯-૩૭ વિજયવલ્લભસૂરિ, વિજયલલિતસૂરિ આદિના તરફથી શ્રી મુંબઈ સુશ્રાવક શેઠ સર કીકાભાઈ પ્રેમચંદ સપરિવાર જોગ ધર્મલાભ. આપે અંબાલા પંજાબને માટે શ્રીયુત ઢઢાજી સાહેબ આદિ આવેલ ભાઈઓનો ઘણો સારો સત્કાર કરી સ્વર્ગવાસી ગુરૂદેવશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ - શ્રી આત્મારામજી મહારાજની ભક્તિનો સારો પરિચય આપ્યો છે. એ બદલ અમો ખુશીની સાથે આપને યોગ્ય ધન્યવાદ આપીએ તો તે યોગ્ય જ ગણાય.
એ તો આપ જાણો જ છો કે જેની પાસેથી કાંઈ પણ આશા પૂરી થાય તેને જ યોગ્ય સમયે યાદ કરવામાં આવે છે. એ મુજબ આ પત્ર લઈને આવનારા ઈસમની વિનંતી અથવા તો અર્જ સાંભળી યોગ્યતાનુસાર યોગ્ય સહાયતા આપવા જરૂર ધ્યાનમાં લેશો. આપના * મીઠા સહારાથી આપની મીઠી લાગણીથી વગર ખર્ચે એક આપના
પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કરી
૧૧૦)
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org