________________
* તેવી સ્થિતિ આત્મ-અધ્યાત્મ જ્ઞાન વગર જીવાત્માની થાય એટલે કે પત્રોની વિવિધતામાં આ પુસ્તક ચારચાંદ લગાવે છે. પત્ર સૃષ્ટિનું સુવર્ણમય પૃષ્ઠ અને ચિંરજીવ સંસ્મરણ બને તેવી અભૂતને પ્રભાવક શક્તિ ધરાવે છે.
પત્ર વિષયક અન્ય પુસ્તકોના શીર્ષકની પસંદગી પણ ઉચિત આકર્ષક અને હેતુપૂર્ણ છે. માત્ર વાણી વિલાસ કે ભાષાનો દંભ નથી એમ સમજવું જોઈએ. અહીં કોઈ કલા-કૌશલ્ય પ્રદર્શિત કરવાનો હેતુ નથી પણ ભવભ્રમણ કરતા જીવાત્માઓને જન્મ-જરા અને મૃત્યુમાંથી ઉગારવાનો રાજમાર્ગ બતાવીને તેનું અનુસરણ કરવાનો ઉદ્દેશ છે. સંસારી જીવોને માતા-પિતાની કૃપા - અમદષ્ટિની જરૂર હોય તો સંયમ યાત્રામાં પણ શિષ્યને “આશીર્વાદની અમીવૃષ્ટિ' શીર્ષકવાળા પત્રો સાચે જ ગુરૂ શબ્દદેહે પ્રત્યક્ષ થાય તેની સાથે મનોમન ભૌતિક દેહનું પણ સ્મરણ થાય છે. “ગુરૂદેવનો પત્ર પ્રકાશ" તમિળના પહાડને છેદીને સંયમયાત્રામાં પ્રગતિ કરવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઈએ એવા પ્રકાશ સમાન ગુરૂદેવના પત્રો છે.
આધ્યાત્મિક પત્રમાળા એ આત્માના જ્ઞાન-દર્શન ચારિત્ર, વીર્ય આદિ ગુણોનો વિકાસ કરવા માટે ઉત્તમોત્તમ વિચારોવાળા પત્રોનો સંચય થયો છે. પ્રેરણાપત્રોનો સોનેરી પ્રકાશમાં પ્રકાશનું વિશેષણ સોનેરી પ્રયોગ કરીને જ્ઞાનપ્રકાશ અવશ્ય ફળદાયી નીવડે છે એમ સ્પષ્ટ થાય છે. કલ્યાણકારી પત્રમાળા પ્રેરક પત્ર પરિમલના પત્રો વાચકવર્ગને પ્રેરણાદાયક છે.
પ્રેરક પત્ર પરિમલ પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પરમ ભક્ત - શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ નાકે
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org