________________
- જ્ઞાન, (૧૧) દર્શન, (૧૨) ચારિત્ર હવે માત્ર ત્રણ બાકી રહ્યાં તે ;
ક્ષાયિક ભાવના થઈ જાય એટલે પંદર અંગ પૂરા થાય. ક્ષયોપશમભાવે ત્રણ રત્નોની પ્રાપ્તિને ક્ષાયિકભાવરૂપી પુત્ર રત્નને ઉત્પન્ન કરવા માટેના ગર્ભાધારણનો કાળ રહ્યો છે. પં. વીરવિજયજી મહારાજ પૂજામાં કહે છે કે :
ક્ષય ઉપશમ તે ક્ષાયિક થાય - ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય.”
આપણને મળેલાં ક્ષયોપશમ ભાવના, જ્ઞાન, દર્શન, ચારિત્રનો સાદો અર્થ એ છે કે – આત્મ તત્ત્વ છે. તે નિત્ય છે, ચૈતન્યવાન છે તેથી રાગદ્વેષ કરીને કર્મ બાંધે છે, તેનું જન્મ મરણરૂપી ફળ ભોગવે છે. પ્રતિપક્ષ ભાવનાથી રાગદ્વેષથી મંદતા અને ક્ષયને સાથે છે. સકલ કર્મનો ક્ષય કરી મોક્ષ સાધે છે. આ જાતિનો બોધ તેના ઉપર અકૃત્રિમ શ્રદ્ધા અને તેના પ્રકાશમાં શક્તિ મુજબ સદાચરણ એની પ્રાપ્તિ હવે એવી રીતે જળવાઈ રહે કે તે ક્ષાયિકભાવમાં પરિણમીને મુક્તિ સુખને પમાડે. (પા. ૧૦૦).
૫. નમસ્કારમાં આત્મદર્શિત સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ.
તમારું એક પોસ્ટકાર્ડ મુનિ શ્રી મહાભદ્રવિજયજી ઉપર આવેલું મળ્યું છે.
- અમે લગભગ એક પખવાડિયું શ્રી રાણકપુરજીના એકાંત શાંત અને પવિત્ર તીર્થભૂમિમાં રોકાઈ બે દિવસથી અહીં આવ્યા છીએ. અહીં પ્રાયઃ એક અઠવાડિયું રોકાઈને બાકીની પંચતીર્થી પૂરી
કરવા ભાવના છે. રાણકપુરજીની સ્થિરતા દરમ્યાન સાધુઓએ છે અઠ્ઠમની તપશ્ચર્યા કરી હતી. મેં પણ એક અઠ્ઠમ કર્યો હતો. તથા
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org